ફિલ્મ - બાવર્ચી - જબરદસ્ત સંદેશ
એક અશાંતિ ભરેલું ઘર છે , કારણ કે ઘરના લોકોમાં આપસમાં બનતું નથી . એક બીજાની નિંદા કરવાથી અને બીજામાં માત્ર અવગુણો જ જોવાથી, પોતે બધી રીતે સારા અને બીજા ખરાબ , પોતે બીજા કરતા શ્રેષ્ઠ , વધારે મહેનતુ , સારા અને સાચા અને જયારે બીજા એનાથી ઉલ્ટા. જ્યાં આવું હોય એ ઘરમાં અશાંતિ જ હોય.
પણ રઘુ (રાજેશ ખન્ના) આ ઘરમાં એક બાવર્ચી તરીકે આવે છે અને ઘરની આખી પરિસ્થિતિ બદલે છે . લોકોને એકબીજામાં સારું જોવાની અને બીજા પ્રત્યે સારું વિચારવાની અને પ્રેમ કરવાની વાત કરે છે, જેમાં એ સફળ રહે છે . આનાથી ધીરે ધીરે લોકોની માનસિકતા બદલે છે. અને એક અશાંતિથી ભરેલું ઘર શાંતિથી ભરેલું થઇ જાય છે .
પછી આ ઘરેથી વિદાય લઇને આવા કોઈ બીજા ઘરની તલાશમાં અને એને બદલવા માટે નીકળી જાય છે .
1972 માં રજુ થયેલી આ ફિલ્મની વાત દરેક સમય લાગુ પડે છે . ખાસ કરીને આજે અને ખાસ કરીને ઑફિસના કામકાજના સ્થળે.
"રઘુ" એ કહેલું અને કરેલું કાર્ય બહુ જરૂરી છે . લોકો સમજે તો આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય .