आदमी आदमी को क्या देगा
आदमी आदमी को क्या देगा
जो भी देगा वही ख़ुदा देगा
जो भी देगा वही ख़ुदा देगा
मेरा क़ातिल ही मेरा मुंसिब है
क्या मेरे हक़ में फ़ैसला देगा
ज़िन्दगी को क़रीब से देखो
इसका चेहरा तुम्हें रुला देगा
हमसे पूछो दोस्ती का सिला
दुश्मनों का भी दिल हिला देगा
इश्क़ का ज़हर पी लिया 'फ़ाकिर'
अब मसीहा भी क्या दवा देगा
1990 ના જગજીત / ચિત્રા આલ્બમ "Someone Somewhere" ની આ ગઝલના જબરદસ્ત શબ્દો છે.
એમાં થોડું હું ઉમેરો કરવા માંગુ છું. आदमी आदमी को क्या देगा या छीनेगा!
અમુક લોકો ઘણી વખત ખોટી હોશિયારીમાં રહેતાં હોય છે હું કૈંક છું. હું બીજાને બનાવી શકું છું કે મીટાવી શકું છું. પણ મને તો લાગે છે કે દરેક વ્યક્તિ પોતાનાં આ જન્મના કે પૂર્વજન્મના કર્મો અને મહેનત ને કારણે આગળ વધે છે, પાછળ રહી જાય છે. એટલે મારી અસફળતા, મારી નુકશાની , પરેશાની કે દુઃખ દર્દ માટે હું બીજા લોકો પર દોષારોપણ કરતો નથી . હું આ ગઝલના શબ્દોને માનું છું . મારી જાતને કહું છું કે હશે મારા નસીબ !