સ્વર્ગ અને નર્ક વચ્ચેનો ફરક

ક્યાંય વાંચ્યું હતું આ વિશે. એક નાની વાર્તા જેમાં સ્વર્ગ અને નર્ક વચ્ચેના તફાવતની વાત હતી. બે રૂમ હતાં, એક રૂમ પર લખેલું હતું "સ્વર્ગ" અને બીજા પર લખેલું હતું "નર્ક". બંને રૂમોમાં લોકોના હાથ બાંધેલા હતા, ટેબલ અને કુરશી પર બેઠેલા હતાં અને સામે નાસ્તાનો કટોરો પડ્યો હતો. હાથ વળી શકે એમ નથી. તો ખાવું કઈ રીતે?

નર્કની પરિસ્થિતિ 

હાથ વળી શકે એમ નથી તો પણ ચમચીથી કટારોમાં નાખીને જેમ તેમ મોઢા સુધી લઇ જવાની કોશિશ કરે છે. પણ ખાવાનું મોઢા સુધી પહોંચતું જ નથી. ખાવાનું ઢોળાઈ રહ્યું છે. લોકો વ્યર્થ કોશિષ કરી  રહ્યા છે. 

સ્વર્ગની પરિસ્થિતિ 

લોકો અહીં પોતાની ચમચી કટોરામાં નાખી અને પોતે ખાવાની કોશિષ  નથી  કરતા. કારણ કે હાથ તો વળતા નથી એટલે લોકો એક બીજાને ખવડાવી રહ્યા છે. એના માટે હાથ ન વળે તો ચાલે, ખાલી હાથ લંબાવીને બીજાને ખવડાવાનું છે. 

ઉપસંહાર

સ્વર્ગ અને નર્ક વચ્ચેનો ફર્ક આટલો જ કે જ્યાં લોકો માત્ર પોતા વિષે જ વિચારે છે, અથવા સ્વાર્થી છે એ નર્ક જયારે લોકોના મન અને હૃદયમાં બીજા વિશે પ્રેમ, કરુણા છે, લોકો બીજા માટે કઈંક વિચારે છે કે કરે છે એ સ્વર્ગ.

ઓફિસેમાં કે સામાન્ય રીતે આ સ્વર્ગ અને નર્કનો ભેદ મહત્વનો છે. આજકલ લોકો સ્વાર્થી થઇ ગયા છે, જો તમે કોઈના ખાસ મિત્ર કે સગાં નથી, તો કોઈ લોકો તમને પૂછતું નથી કે તમારું ધ્યાન નથી રાખતું. દરેક ને પોતે મોટું થવું છે, આગળ વધવું છે, પૈસાદાર અને શક્તિશાળી બનવું છે બીજાની પરવા કર્યા વગર.

પણ મેં હંમેશા મારી પોતાની સફળતા કે નિષ્ફળતા કરતા હું એવું શું કાર્ય કરું કે જેનાથી લોકોને ફાયદો થાય કે એ લોકો આગળ વધી શકે એના પર જ કામ કર્યું છે. મારી પાસે જે પણ યોગ્યતા, અનુભવ કે આવડત છે, એનો મેં ઉપયોગ આ રીતે જ કર્યું છે. પરિણામ ભલે અપેક્ષા મુજબ મળે કે ન મળે, લોકો ભલે સમજે કે ન સમજે!!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો