કાચિંડો
સ્વાર્થ કે ગરજ પૂરી થઈ જાય એટલે લોકો તરત પોતાના (?) માંથી પારકા અને મિત્ર (?)માંથી દુશ્મન બની જાય છે! આ "કળા"માં લોકો માહિર છે અને કાચિંડાને પાછળ મૂકી દે છે. જબરદસ્ત રંગ બદલે છે!
"રંગો" મને પસંદ છે... આવો નહિ! ધૂળેટી નો જ્યાં લોકો પ્રેમથી એકબીજા પર રંગ ઉડાવે. મને પસંદ છે... કોમ્પ્યુટર ગ્રાફિક્સ ના રંગ..desgin કરતી વખતે રંગોથી રમવાની મજા આવે!
હોટસ્ટાર પર "રાધા કૃષ્ણ" સીરીઝ મને ગમતી. જ્યાં રાધા અને કૃષ્ણ બંને પોતાના પ્રેમ થકી આખા સમાજને સંદેશો આપે છે. પ્રેમથી રહેવાનો, હળીમળીને રહેવાનો! આજે એની ખાસ જરૂર છે.
અને બીજા પર ગંદકી ઉછળતા પહેલા તમારા હાથ તો ગંદા થાય છે જ ને! બીજા વિશે નકારાત્મક વિચારવાથી તમારો મન પણ અશાંત અને ખરાબ થાય જ છે. અને કોઈપણ ખરાબ કર્મ કરવાથી પરિણામ પણ ખરાબ ભોગવવું પડે છે આ જન્મમાં અથવા આવતા....