ગેર સમજ

આજના સમયમાં બે વ્યકિતના સંબંધ વચ્ચેનો સૌથી મોટો પડકાર ક્યો? મારા મતે "ગેર સમજ (misunderstanding)"

કલિયુગનો રાજા રાહુ છે. જેને માત્ર માથું છે અને ધડ નથી. જ્યાં માત્ર ગણત્રી છે, યોજના છે, તર્ક છે.

એકબીજા પરનો વિશ્વાસ તરત ડગી જાય છે, ભલેને સંબંધ ગમે તેટલા વર્ષો જૂનો હોય. જ્યારે દિમાગ વિચારવાનું શરૂ કરે એટલે એ શંકાનો, અવિશ્વાસનો, ષડયંત્રનો માર્ગ પકડે છે. પછી એ બીજાની કહેલી વાતોને મા ને છે, મનમાં ને મનમાં કલ્પનાઓ રચ્યા કરે છે.

પહેલાંના સમયમાં લોકો સરળ હતા. પતિ અને પત્નિ એક બીજાને સારી રીતે સમજતા અને ઓળખતા. મિત્રો પણ એવા જ હતા. કઈ પણ સફાઈ આપવાની જરૂર ન પડતી. લોકોનો વિશ્વાસ ડગતો નહિ. કંઇક ખોટું થયું હોય, ભૂલ થઈ હોય, બીજાએ કોઈ કાન ભર્યા હોય તો પોતાના મિત્રો, સગાં વહાલાં એમ જલ્દી માનતા નહિ.

ક્યારેક તો પતિ અને પત્નિ ચહેરા ઉપરથી મનમાં શું ચાલે છે એ પણ સમજી જતાં. માત્ર હાવ ભાવ પરથી. અને એકબીજાને સાચવી લેતા. આવું જ મિત્રો અને સગાં સંબંધીઓનો.

આજે સમય બદલાઈ ગયો છે. જો તમે જરાક કોઈ વિશે આડું બોલો, કોઈ તમારા વિશે અફવા ફેલાવે તો તમારા મિત્રનો વિશ્વાસ ડગી જાય.

આખરે આપણે પોતાની જાતની કેટલી સફાઈ આપવાની? સફાઈ આપીને થાકી જવાય અને વરી પાછું ભવિષ્યમાં થોડી મુશ્કેલી આવે તો એજ પરિસ્થિતિ. 

પછી એમ થાય મૂકો પડતું. જો કોઈ આપણી વાત મને કે ન માને, આપણે સાચા મને કે ન માને, એની મરજી, એના દિમાગનો ખેલ... જો પ્રેમ હશે, લાગણી હશે તો સમજશે. જો જાણ બહાર ભૂલ થઈ હશે તો માફ પણ કરશે. બાકી એની ઈચ્છા!


Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો