મેકઅપ
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વેબ સીરીઝ કે ફિલ્મોમાં જે મોટા બંગલૉ, ઝવેરાતો, મોંઘા કપડાં અને ખાસતો રૂપાળા ચહેરાં એ સાચાં હોતા નથી.
ફિલ્મના પરદા પર સારા દેખાઈયે તો જ લોકોને જોવું ગમે. એટલે લોકો જે હોય એના કરતાં પોતાને સારા દેખાડે છે! ચહેરા પર "મેકઅપ" કરે છે...
મારા આ બ્લોગ, એનાં પોસ્ટ, આ શબ્દો ઉપર પણ મેં "મેકઅપ" કરેલું છે! કારણ "મેકઅપ" વગર હું લખું તો સુંદર ન લખાય, મને લખવાની મજા ન આવે અને તમને વાંચવાની! એમાં હું ઘણાં ઉદાહરણો, આશ્ચર્ય ચિન્હો, મજાક, કલ્પનાની ઉડાન ઉમેરું છું.
લખાણ એ માત્ર લાગણી અને દિમાગની રમત છે! એમાં આપણું વાસ્તવિક અસ્તિત્વ છુટ્ટી જાય છે.
જે લોકો સાથે હું ભણ્યો છું, રહ્યો છું, કામ કર્યું છે, વાતો કરી છે, એ લોકો મને સારી રીતે ઓળખે છે! "મેકઅપ" વગર, જેવો છું, એવો!
પણ અને ઘણીવાર કડવી અને રૂખી સુખી વાસ્તવિકતાથી દૂર ભાગવાનો મન થાય છે અને કોઈ ફિલ્મ જેવા જતાં રહીએ છીએ, થોડાં મનોરંજન માટે, થોડાં આનંદ માટે.
આ મારો બ્લોગનો પણ હેતુ એ જ છે.... થોડું મનોરંજન, થોડું આનંદ, થોડી લાગણી... વાસ્તવિકતાથી થોડી અલગ... થોડું "મેકઅપ".