વાણંદ
હું જસ્ટ હમણાં જ વાળ કપાવીને આવ્યો! હા... હા... તો એમાં પણ બ્લોગ લખવાનું?!! હા.... હા... !!!
એ ભાઈ વાણંદ, યુવા છે... કોઈ બીજો ગ્રાહક હતો નહિ... પણ એણે પોતાનું કામ ચાલું કરતાં પહેલાં, પોતાના ખિસ્સામાંથી તમાકુ કાઢી, ખાધી અને પછી કામ હાથમાં લીધું.... એને ખબર નહિ હોય કે એ એ જેના વાળ કાપી રહ્યો છે, એ આના પર બ્લોગ લખશે...!!
મને કોઈ પાન, માવા, તમાકુ, સિગારેટની આદત નથી... અને હું જયારે આજુબાજુ જોઉં છું કે જો આદત પડી જાય પછી લોકોને એના વગર જોશ ચડતું નથી... કિક મળતી નથી....
મને તો મારા શોખ અને કામથી જ કિક મળે છે અને જોશ ચડે છે... ચાય અને સંગીત સિવાય કઈં જરૂર નથી પડતી.
એ ભાઈ જાણે બળજબરીથી / મન વગર કામ કરતાં હોય એમ લાગ્યું... વાળ કાપીને બ્લૅડનો અસ્ત્રો ફેરવતા પહેલા કંઈ પાણી પણ ન લગાડ્યું... છેલ્લે બ્રશથી વાળ સાફ કરતી વખતે પાવડરનો પણ ઉપયોગ ન કર્યું... બસ એક કામ પૂરું કરી નાખ્યું.... કામમાં કોઈ મન કે પ્રેમ ન હતો...
હું કોઈપણ કામ મન અને પ્રેમ વગર કરતો નથી. હું કામ એમાં ઊંડો ઉતરીને પ્રેમથી કરું છું, જેમ તેમ અધૂરા મનથી કામ કરવા કરતા ન કરવું સારું.....
જો કામને પ્રેમથી કરવાથી એ બોજ રૂપ લાગતું નથી અને નવા નવા આઈડિયા આવે છે.... કૈંક નવું સુજે છે...
પ્રેમ એ રૂખી સુખી રોટલીમાં લાગેલું "ઘી" છે...!
પ્રેમ વગર મજા નથી - એ પછી કોઈ સંબંધ હોય કે આપણું કામ.
પ્રેમ એક જાણે એક ગ્રીસ છે, જાણે એક ઓઇલ છે... જે વસ્તુને સ્મૂધ બનાવે છે... અને કામના ઘર્ષણને આસાન બનાવે છે...