બાજીગર
હરામી અને ભોળા લોકો
હરામી અને ભોળા લોકો વચ્ચે જમીન આસ્માનનો ફરક છે....
- ગાયનો તાજું જન્મેલું વાછડું જોયું હશે... એક તો ગાયનો પ્રાણી, શુદ્ધ, પવિત્ર અને એમાં એનું બચ્ચું! નિર્દોસતા. એમની આંખો જુવો તો એના પ્રત્યે પ્રેમ જ ઉદ્ભવે!
- આવાજ આપણા સૌ નો જન્મ... એક બાળક જન્મે ત્યારે, જાણે એક ગાયનું વાછડું જેવો હોય છે... નિર્દોષ અને પ્રેમાળ... એને જુવો, એની આંખો જુવો તો હૃદયમાં પ્રેમ જ ઉદ્ભવે....
નાનપણ
નાનપણમાં "મન" હોતું જ નથી... માત્ર જીવંતતા હોય છે... "આજ", "હમણાં" મનમાં જે ભાવના હોય એજ ચહેરા પર હોય... કોઈ "ચાલાકી" નથી હોતી....
પછી બાળકમાંથી યુવા બને છે... ચાલાકી, રાજનીતિ શીખે છે... એ જેવું મનમાં એવું બારે વાત રહેતી નથી.... ભાવનાની ઈમાનદારી જતી રહે છે....
આ બદલાવ નો આધાર એ શહેર, કેવા કૌટુંબીક વાતાવરણમાં મોટો થાય છે એના પર છે. માં-બાપથી, ભાઈ-બહેનથી કેવો પ્રેમ/સ્નેહ મળે છે એના પર છે...
ખાસ કરીને "કચ્છ" જેવાં જિલ્લા અને "ભુજ" જેવાં શહેર જ્યાં મારું જીવન વીત્યું છે એની વાત હું કરી શકું....
મારા નાનપણમાં જયારે હું નાનો હતો, ઘરમાં, આજુબાજુ પ્રેમાળ વાતાવરણ જોયું છે... મારી આજુબાજુના લોકો સરળ હતા.. એટલે હું પણ એવો થયો. પ્રાથમિક સ્કૂલમાં પણ બધા મિત્રો હતા... કોઈ "સ્પર્ધા", કોઈ નાનો કે કોઈ પૈસા વારા ઘરનો દિકરો એની કોઈ ખબર ન હતી... શાળાની રીસેસમાં તોફાન કરતા, રમતાં, ઘરે આવીને બારે રમતાં... થાકતા અને સુઈ જતા.. કોઈ ઉપાધિ નહતી... અને જોકે કોઈ સપનાં કે કૈંક બનવું છે એવો ખ્યાલ પણ ન હતો....
જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિથી અલગ અલગ અનુભવો થતાં રહે છે... આ બધું એના મનમાં રેકોર્ડ થતું રહે છે અને આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે એ પોતાને એમાં "ઢાળવાની કોશીશ કરે છે...
કોલેજ અને અભ્યાંસ
જયારે હું કોલેજ જ માં ગયો ત્યારે પણ મારુ આવું જ વ્યક્તિત્વ હતો.... કોઈ ચાલાકી નહીં, કોઈ હરામ ખોલાઇ નહિ! સરળતા, નેકીનો રસ્તો. ભણતરના એટલા વર્ષોમાં મારાથી જેવી થાય એવી મહેનત કરી અને બધી પરીક્ષા પાસ કરી. જીવનમાં ક્યારે કોઈ "કોપી" કરી નથી. ક્યારે એક પણ વાર એક પણ વિષયમાં "નાપાસ" થયો નથી.
જ્યાં પ્રેમ છે... સરળતા છે... ઊંડાણ છે... કૈંક નવું છે... ત્યાં મારુ મન ખેંચાય એટલે સંગીત અને કોમ્પ્યુટરમાં મન લાગ્યું.
નોકરી અને દુનિયાદારી
જોબ કરી અને આજે પણ કરું છું. પરિસ્થિતિમાં જે સારું થઇ શકે એ કર્યું છે... સરળ સ્વભાવથી. જ્યાં ઈમાનદારી છે, જેવાં હોઈએ એવા દેખાઈએ તો પછી સ્વાભાવિક છે કે "ગુસ્સો" પણ હોય. કારણકે કે મનમાં વેર અને ચહેરા પર હાસ્ય એતો "હરામી/ચાલાકી" કહેવાય.
* મને લોકોની વાતો કરવાની, આ એવો અને તે એવો એ પસંદ નથી.
* એટલે હું મારા કામ પૂરતો કામ અને કૈંક ને કૈંક સારું કેમ થઇ શકે એમાં જ ધ્યાન હોય.
* મારો પગાર આટલો, એ ઓછો કામ કરે છે તો પણ એનો પગાર વધારે, મારા પાસે ઘણો કામ છે.
* આ બધી માથાફૂટ પસંદ નથી....! હું તો મારી "ધૂન"માં હોઉં છું! અત્યારે પણ આ બ્લોગ મારા ઘરના ડેસ્કટોપ પરથી લખી રહ્યો છું અને બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે.... જે મને ગીત પસંદ આવે એને હું લૂપમાં રાખી દઉં... બસ પછી એજ ગીત કે ગઝલ સતત વાગ્યા રાખે....!
અફસોસ અને દુઃખ.
આ બ્લોગ લખવાનો કારણ? ઓફિસે અને બહારની દુનિયામાં મારાથી અડધી ઉંમરના લોકો, જે લોકો મારા પાસેથી કોમ્પ્યુટરમાં કૈંક શીખ્યા છે, મારાં ટીમમાં કામ કર્યું છે... અને અમુક વર્ષો પછી હવે એ લોકો મારી પાસે ખોટું બોલે છે... અને જાણે મને કોઈ ખબર ન પડતી હોય એવું વ્યહવાર કરે... કામચોરી કરે... તો ખોટું લાગે છે... એ લોકો એ પોતાની શક્તિ અને બુદ્ધિને આ બધી વસ્તુમાં વાપરવા કરતા ઈમાનદારીથી મહેનત કરીને આગળ વધવામાં વાપરવી જોઈએ....
મારાં સાથે જે કામ કરતાં હોય, એ લોકોને આ રસ્તા પર જતા જોઈને દુઃખ થાય છે.
મને આ જીવનશૈલી બિલકુલ પસંદ નથી... હું આવો ક્યારે નહીં થાઉં.. ગુસ્સો હશે... શબ્દો પણ કડવા હશે, પણ મને નિર્દોસતા અને ઈમાનદારી પસંદ છે... મુકો આ ચાલાકી...
લોકોનો પણ વાંક નથી
લોકોનો પણ વાંક નથી આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં લોકોને આર્થિક તંગી, નોકરી વગરનું જીવન કેવું છે, એ ખબર છે...
આટલાં વર્ષોની નોકરી પછી, આટલાં પગાર પછી, ફરીથી ઓછા પગારમાં બીજી જગ્યાએ મહેનત કરવી એ શક્ય નતી.... એટલે લોકો એ નોકરી અને એ જગ્યા અને એ ડીપાર્ટમેન્ટમાં ટકી રહેવાં "સ્માર્ટ અને ઓવેર સ્માર્ટ" બની જાય છે... પછી એ લોકો પોતાના બોસ, હેડ/ટીમ લીડર, સહ કમર્ચારી બધા સાથે "હોંશિયારી" કરે છે!!
એ લોકો પોતે ક્યારે પોતાની ભૂલ સ્વીકારતાં નથી.. અને બીજા લોકો ને નાની અને મોટી વાતોમાં ગુનેગાર સાબિત કરતાં રહે છે... એ લોકો બીજાને પછાડી ને જ પોતે ટીક્કી રહે છે... નથી ક્યારે કોઈને નિઃસ્વાર્થ મદદ કરતા... ભલેને એ લોકો પોતે બીજાની મદદથી આગળ વધ્યા હોય.....!!
બાજીગર
"બાજીગર" ફિલ્મ મસ્ત હતી. મેં એને ટોકીજ માં જોઈ હતી... આ શબ્દ નો અર્થ બહુ સરસ છે... "હાર કર જીતને વાલો કો, બાજીગર કહેતે હૈ...."
જે પોતાના પરિવારને, મિત્રોને, પતિ/પત્ની ને પ્રેમ કરે છે... એ સામેવાળા માટે બધું કરે છે.... એમાં કોઈ જીતની અપેક્ષા નથી... એમાં "ભોળાપણ" છે... જો ચાલાકી હોય તો એ "સંબંધ" ન ટકે.... કોઈ ને ભલે એ વ્યક્તિ હોય કે આપણી નોકરી... બીજાને જીતાડવામાં મજા છે અને પોતે હારી જવામાં એ વાત જ અલગ છે....
એ તો એને જ સમજાય જેને જગજિત સિંઘ / ચિત્રા સિંઘ ની ગઝલના શબ્દો, સંગીત અને દર્દ સમજાય!!. એ તો એ લોકો સમજે જેનો હૃદય "અખુટ" પ્રેમથી ભરેલો છે....