પોર્ટફોલિયો


 જે લોકો સ્ટોક માર્કેટમાં અથવા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરે છે એમને "પોર્ટફોલિયો" એટલે શું એ ખબર હશે. પોર્ટફોલિયો મતલબ જાણે એક બેંક એકાઉન્ટ, જે તમે રોકાણ કરેલું છે એની બધી માહિત એમાં હોય, ક્યારે કેટલું અને અત્યારે એમાં શું વળતર છે એ બધી માહિતી દર્શાવે....

 એમાં માર્ત્ર "પૈસા" ની વાત છે... મારા પૈસા! વધારે પૈસા!!

ડિજિટલ પોર્ટફોલિયો

પણ સ્ટોક માર્કેટ કે મ્યુચુઅલ ફંડ માત્ર એક "ડિજિટલ" વસ્તુ છે, જે તમે મોબાઈલ કે કોમ્પ્યુટરથી કરો છો. અને જ્યાં સુધી તમે એ તમારા પૈસાને ઉપાડતા નથી, ત્યાં સુધી તો એ માત્ર દેખાય છે, આવતા સમયમાં વધી પણ જાય અને ઘટી પણ જાય. શું ખબર ન કરે નારાયણ ને તમને કઈંક થઇ જાય તો એ તમારા "ડિજિટલ" પૈસા ત્યાંના ત્યાં "ડિજિટલ" જ રહી જાય!

વાસ્તવિક પોર્ટફોલિયો

પણ હું અહીંયા વાત કરવા માંગુ છું એક બીજા પ્રકારના "પોર્ટફોલિયો"ની જે ડિજિટલ નથી, પણ વાસ્તવિક છે. મને રસ છે કામ કરવામાં. ભલે તમે કોઈ પણ ધંધો કે નોકરી કરો, એમાં કોઈ પણ કામ કરો એ વાસ્તવિક હોય છે, જેની અસર સમાજમાં, એ કંપનીમાં, કોઈ વ્યક્તિ પર, કોઈ પરિસ્થિતિમાં પડે છે... તમે એક બદલાવ લાવો છો, ડિજિટલ પોર્ટફોલિયોની જેમ માત્ર એ મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા આંકડા નથી, પણ જેને નરી આંખે દેખાય, ફર્ક દેખાય એવી વસ્તુ છે. 

હું બહુ ઉત્સાહિત હોઉં છું જયારે હું કમ્પ્યુટર પર કામ કરું છું. મારા એક વિચાર, કોઈ આઈડિયા, પ્લાંનિંગ, હાર્ડવેર કે સોફ્ટવેરની અસર ઓફિસમાં કમ્પ્યુટર પર કામ કરતા દરેક લોકો પર થાય છે. જો ઈન્ટરનેટ, સર્વર બંધ હોય તો એ લોકોનો કામ બંધ થઇ જાય છે. મારા એક આઈડિયા અને સોલ્યૂશનથી લોકોનું કામ આસાનથી જાય છે.... જયારે કોમ્પ્યુટર, નેટવર્ક, ઈન્ટરનેટ બરોબર ચાલતું હોય અને હું ઓફિસમાં "આંટો" મારવા નીકળું ત્યારે બધાને કામ કરતા જોઈને મને થાય કે આમાં મારો હાથ છે! મે કોઈ કામ કર્યું છે, જેનું આ પરિણામ છે... મારો આઈડિયા મારો અપગ્રડે, ઇન્વેસ્ટમેન્ટ કામ કરી રહ્યું છે.... આ મારો "ઇન્વેસ્ટમેન્ટ", આ સંતોષ, આ આનંદ મારો "પોર્ટફોલિયો" અને રીટર્ન.

મને મજા આવે જયારે હું લોકોના કોમ્પ્યુટરના પ્રોબ્લેમ સોલ્વ કરું, એ લોકોનો કીબોર્ડ, માઉસ, મોનીટર બરોબર કરી દઉં. એમને મજા આવે તો મને મજા આવે! મેનુઅલી કરતા કામને હું કોમ્પ્યુટર પર કરી દઉં, વધારે સમય લાગતો હોય તો હું એને શોર્ટમાં કરી દઉં, એક્સસલની કોઈ ફોર્મ્યુલા લગાવીને કોઈ કામ આસાન કરી દઉં!
 

મને લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પસંદ છે...! ભુજમાં એક જ સંસ્થામાં સાત વર્ષ કામ કર્યું, અને ગાંધીધામમાં એનાથી વધારેનું લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, સત્તર વરસથી કામ કરું છું. મને ઘણું રીટર્ન મળ્યું છે, દેખાય એવું, કંપનીના કામમાં ફરક આવે એવું. 

મારા એક મિત્રે મારા કામને જોઈને મને એકવાર કીધું કે તમે અહીંયા એક "ઐતિહાસિક" કામ કર્યું છે!" આ સાંભળીને મને બહુ આનંદ થયું. આ મારો રીટર્ન, આ મારો પોર્ટફોલિયો.....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻