ફૂલ અને વજન કાંટો
फूल और कांटे ફિલ્મ તો આપણે ઘણાંએ જોઈ હશે... એનાં ગીતો આજે પણ સાંભળીયે છીએ. પણ અહીંયા એની વાત નથી કરવી. ગઈ કાલે હું સાંજે વોક પર નીકળ્યો ત્યારે જોયું કે એક ફૂલ વેચતો વેપારી પોતાની પાસે ફૂલો અને વજન કાંટો લઈને બેઠો છે!
મારાં જેવા લોકો કે જે ને લખવાનો શોખ હોય એને એના પરથી કંઇક લખવાનું મન થાય!!
ફૂલ જેને આપણે પસંદ કરીએ છીએ એની સુગંધ અને સૌંદર્ય ના કારણે. જે ભગવાનના ચરણો માં ચડે છે. પણ વેંચાય છે વજનથી! ફૂલ અને વજન કાંટો એકદમ વિરોધાભાષી છે.... ક્યાં સુગંધ અને સૌંદર્ય અને ક્યાં વજન....વજન તો પત્થર જેવી કઠોર વસ્તુનો હોય, ફૂલ જેવી કોમળ વસ્તુનો નહિ!
જિંદગીમાં ઘણી વસ્તુ જે કોમળ છે એનો મહત્વ વધારે હોય છે, જેનો તોલ માપ ન હોય, જેને જોઈ ન શકાતી હોય. જેમ કે હવા. જેને આપણે શ્વાસમાં લઈએ છીએ અને જેના થકી આપણું અસ્તિત્વ છે.. એનો કોઈ વજન નથી!
જેમ કે પ્રેમ. એનો કોઈ વજન ન હોય, તોલ માપ ન હોય... "તું મને કેટલો પ્રેમ કરશ?" એ પ્રશ્ન જ સાવ ખોટો છે.... પ્રેમનો તોલ માપ ન હોય, કોઈ વજન નથી કે એનો વજન કરીએ... શરીરનો વજન છે, જે સ્થૂળ છે. પ્રેમ સૂક્ષ્મ છે.... સુક્ષ્મનો મહત્વ સ્થૂળ કરતાં વધારે છે!