રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....
આલ્બમ: cry for cry
ગીત: અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....
Child Rights and You (CRY) is the best NGO for children in India that works towards creating happier and healthier childhoods for underprivileged children.
CRY બાળકો પર કામ કરતી સંસ્થા માટે જગજિતસિંહે એક આલ્બમ લોન્ચ કર્યું હતું - CRY FOR CRY - 1995 માં
આ આલ્બમની દરેક ગઝલો ના શબ્દો બહુ જોરદાર અને ચોટદાર છે.
અને સંગીત થોડું દર્દ ભર્યું અને ગમગીન છે... આ ગઝલોને ઘણીવાર સાંભળી છે. અને હવે સમજાય છે કે મને આ શા માટે ગમે છે. શું જાદુ છે અને સંગીતમાં...
જાદુ છે રાગ ભૈરવીનો.... જગજિતસિંહની ભૈરવી આખી અલગ છે, થોડી દર્દ વાળી , ગમગીન પણ મનને સુકુન આપતી, અને મીઠી લાગતી. કોઈ ઉતાવળ નથી. ભૈરવીના બધા સરસ સ્વરો અને જગજિતનો મખમલી અવાજ.... વાત જ કૈંક અલગ છે....
अपने चेहरे से जो ज़ाहिर है छुपाएँ कैसे
तेरी मर्ज़ी के मुताबिक़ नज़र आएँ कैसे
घर सजाने का तसव्वुर तो बहुत ब'अद का है
पहले ये तय हो कि इस घर को बचाएँ कैसे
क़हक़हा आँख का बरताव बदल देता है
हँसने वाले तुझे आँसू नज़र आएँ कैसे
कोई अपनी ही नज़र से तो हमें देखेगा
एक क़तरे को समुंदर नज़र आएँ कैसे
આજ આલબમમાં બીજી ગજલો પણ સરસ છે.... થોડી ગમગીન... પણ એના સુરનો "સા" સડાજ મને ખબર નથી પડતી કે કયો છે.... એટલે એના નોટેશન અને રાગ ખબર નથી પડતી.... એકદમ સરળ દેખાતી જગજિતની ગઝલ ને તમે કીબોર્ડ પર વગાડો ત્યારે જ ખબર પડે કે કેટલી અઘરી છે...!