ટીમ લીડર
ખબર નહિ કેમ પણ કુદરત / ભગવાન મને ટીમ લીડરના રોલમાં નાખી દે છે! કદાચ ગયા જન્મોના કર્મો હશે!
ધોરણ 6 - ક્લાસ મોનીટર - નાગરવંડી પ્રાથમિક શાળા
મારો પ્રથમ અનુભવ! હું જ્યારે ધોરણ 6 માં હતો. મારો ધ્યાન ભણવા કરતાં રમવામાં વધારે હતો. હું ક્રિકેટ રમતો. પતંગને ઉડાવવાનો બહુ શોક હતો. શાળાના બ્રેક માં નાસ્તો કરી અમે દોડા દોડી રમતાં. હું બહુ ઝડપથી દોડતો.... સ્પીડ ની એક મજા હતી!
જ્યારે કોઈ સાહેબ ન હોય ત્યારે છોકરાઓ બહુ તોફાન કરતાં અને બહુ અવાજ કરતાં એટલે બાજુમાં બીજા કલાસને ડિસ્ટર્બ થતું. એક દિવસ સાહેબે મને અચાનક ક્લાસ.મોનીટર બનાવી દીધો! સાહેબ ન હોય ત્યારે ક્લાસ મોનીટર કરવાનું! છોકરાઓ તોફાન ન કરે, અવાજ ન કરે એનું ધ્યાન રાખવાનું... પણ મને તો એ કામ અઘરું લાગ્યું.... આ તો મુસીબત છે યાર.. છોકરાઓ તો સંભાળતા જ નહિ અને માનતા નહિ...! મને આ મોનીટરીંગ માં મજા ન આવી.... ધ્યાર્યું પરિણામ ન મળ્યું....
ધોરણ 8 - ક્લાસ મોનીટર - વી ડી હાઈસ્કૂલ
પ્રાથમિક શાળામાંથી નીકળીને હાઈસ્કૂલ ના પ્રથમ જ વર્ષે ધોરણ 8 માં પણ ક્લાસ ટીચર એ મને મોનીટર બનાવી દિધો! જો કે ફરીથી મને મજા ન આવી... ફરીથી મને લાગ્યું કે કોઈ કોઈનું સાંભળતું નથી.... લોકો ને સજાવવા અને શિસ્તમાં રાખવા બહુ જ અઘરાં છે.
કોલેજ
કૉલેજમાં કોઈ મોનીટર હોતું નથી, એટલે કોઈ સવાલ જ નથી!! હું બચી ગયો!
આર્ટ ઓફ લિવિંગ કોર્સ
Jan-2015 ના મેં આર્ટ ઓફ લિવિંગનો DSN course કર્યો. આ કોર્સે આર્ટ ઓફ લિવિંગના બીજા કોર્સે કરતાં અલગ અને અઘરો છે. આ કોર્સેમાં તમારી શારીરિક અને માનસિક, લોકો સાથે તાલમેલની પરીક્ષા લેવાઈ જાય છે! કોર્સની શરૂઆતમાં જ બધા જ ભાગ લેનારના ગ્રુપ બનાવાઈ છે. જેટલાં ભાગલેનાર હતાં એમનાં ચાર ભાગ થયા. દરેક ગ્રૂપના ગ્રુપ લીડર નક્કી કરવાના હતા. એ કોર્સ લેનાર શિક્ષક નક્કી કરે! એ ભાગ લેનાર લોકોને નીરખી રહ્યા હતાં. એમની નજર મારાં ઉપર પડી! મારા પર આંગળી દર્શાવી અને મને એક ગ્રૂપનો ટીમ લીડર બનાવ્યો! ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે ટીમ લીડર બનવું મારી કિસ્મત જ છે!
નોકરી - સામાજિક સંસ્થા - ભુજ
ભુજની એક સામાજિક સંસ્થામાં મેં 7 વર્ષ નોકરી કરી. એમાં સ્ટાફ અને મેનેજમેન્ટ વચ્ચેનું એક માળખું હતું. જેને વર્કર્સ કાઉન્સિલ કહેવાતું. જેમાં ચાર લોકો હોય. દર બે વર્ષે ચૂંટણી થાય. જેમાંથી એક મેમ્બર repeat થાય અને 3 નવા ચૂંટાય....
એક વખત ચૂંટણી થઈ... જેમાં ઉભવું બધાને ફરજિયાત હતું. મને અને મારી સાથે કામ કરતી મારાથી સીનીયર એક બહેનને 8 વોટ મળ્યા. ટાઇ થઈ. એટલે મેનેજમેન્ટ ના સીનીયર ને નિર્ણય લેવાનો હતો કે કોને સિલેક્ટ કરવાનું... એ ચૂંટણીમાં બધાની વચ્ચે મારી તારીફ કરી અને મને પસંદ કર્યો! હું તો ખુશ થઈ ગયો અને હરખાયો.... પણ રોલ બહુ મુશિબત વારું હતું...
નોકરી - પ્રાઇવેટ - ગાંધીધામ
ગાંધીધામની નોકરીમાં હું આઈટી પર્સન તરીકે કામ કરું છું. હું એકલો મારુ કામ કરતો. ધીરે ધીરે બીજા સ્ટાફ અને ડીપાર્ટમેન્ટ મારી સાથે જોડાતાં ગયા. એક સમયે મારી ટીમમાં 10 લોકો હતા! આઈટી સિવાય એચઆર, એડમીન, સ્કેનીંગ, ટ્રેકિંગના લોકો મારી સાથે કામ કરતાં. અત્યારે ટીમ બહુ ઓછી છે.
સેન્ડવિચ - નકારાત્મક સાઈડ
તમે સ્ટાફ અને મેનેજમેન્ટ વચ્ચે સેન્ડવિચ થઈ જાવ. તમારા હાથમાં કંઈ નહિ. સ્ટાફની સમસ્યાઓ, એના પ્રશ્નો, એનો પગાર વધારાની અપેક્ષા જોવાની.... જ્યારે મેનેજમેન્ટ તરફ થી સ્ટાફની શિસ્ત, સમયસર આવે અને જાય, પોતાની જવાબદારી અને કામ કરે છે કે નહિ એ દર વર્ષે review કરવાનું. સ્ટાફ અને મેનેજમેન્ટ બંને પોત પોતાનો પક્ષ રજૂ કરે. અને આપણે ફસાઈ જઈએ... સાચી હકીકત શું છે એ ખબર ન પડે. કોણ સાચું અને કોણ ખોટું એ ખબર ન પડે..... ટીમ લીડરએ સ્ટાફ અને મૅનેજમેન્ટ બંનેના પ્રશ્નો સાંભળવાના, પણ ટીમ લીડરના પ્રશ્નો કોણ સાંભળશે? એને તો મીરાંબાઈનું ભજન ગાવું પડે, "મેરે તો ગિરધર ગોપાલ, દુજા ન કોઈ"
પાયલોટ - સકારાત્મક સાઈડ
આના પર મેં આખી અલગ બ્લોગ પોસ્ટ લખી છે...
જેની લિંક https://www.niteshgoswami.com/2024/07/blog-post_23.html
જો ટીમ મેમ્બર્સ અને મેનેજેમેન્ટ મારાં પર વિશ્વાસ રાખે, મને સાથ સહકાર આપે, મારા આયોજન અને અમલને સમજે, તો હું ઘણો સારો કામ કરું છું. હું સારો ટીમ લીડર બનું છું. હું પોતે, મારાં ટીમ મેમ્બરને અને ઓફિસના કામને આગળ લઇ જઉં છું.