જે લોકો સ્ટોક માર્કેટમાં અથવા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરે છે એમને "પોર્ટફોલિયો" એટલે શું એ ખબર હશે. પોર્ટફોલિયો મતલબ જાણે એક બેંક એકાઉન્ટ, જે તમે રોકાણ કરેલું છે એની બધી માહિત એમાં હોય, ક્યારે કેટલું અને અત્યારે એમાં શું વળતર છે એ બધી માહિતી દર્શાવે.... એમાં માર્ત્ર "પૈસા" ની વાત છે... મારા પૈસા! વધારે પૈસા!! ડિજિટલ પોર્ટફોલિયો પણ સ્ટોક માર્કેટ કે મ્યુચુઅલ ફંડ માત્ર એક "ડિજિટલ" વસ્તુ છે, જે તમે મોબાઈલ કે કોમ્પ્યુટરથી કરો છો. અને જ્યાં સુધી તમે એ તમારા પૈસાને ઉપાડતા નથી, ત્યાં સુધી તો એ માત્ર દેખાય છે, આવતા સમયમાં વધી પણ જાય અને ઘટી પણ જાય. શું ખબર ન કરે નારાયણ ને તમને કઈંક થઇ જાય તો એ તમારા "ડિજિટલ" પૈસા ત્યાંના ત્યાં "ડિજિટલ" જ રહી જાય! વાસ્તવિક પોર્ટફોલિયો પણ હું અહીંયા વાત કરવા માંગુ છું એક બીજા પ્રકારના "પોર્ટફોલિયો"ની જે ડિજિટલ નથી, પણ વાસ્તવિક છે. મને રસ છે કામ કરવામાં. ભલે તમે કોઈ પણ ધંધો કે નોકરી કરો, એમાં કોઈ પણ કામ કરો એ વાસ્તવિક હોય છે, જેની અસર સમાજમાં, એ કંપનીમાં, કોઈ વ્યક્તિ પર, કોઈ પરિસ્થિતિમાં પડે છે... તમે એક ...