મને પાયલોટ બનવું ગમે!
મને કોઈ પૂછે કે તારું સપનું શું છે તો હું શું જવાબ આપું? 45 વર્ષે જો કોઈ પૂછે તો હું શું જવાબ આપું! સ્કૂલમાં ભણતી વખતે કે બોર્ડની પરીક્ષા આપતી વખતે આ પ્રશ્ન ઠીક છે, પણ 45 વર્ષ?! જોકે સપના કરતા એમ કહી શકાય કે મને શું કરવું ગમે.
હા તો જવાબ છે પાયલોટ બનવાનું મને ગમે! તમને લાગશે હેં, પયાલોટ?? IT મૂકીને આ પયાલોટની વાત ક્યાંથી આવી!
હા.. હા..! બ્લોગમાં હું ઘણી વખત લખું એ સીધી વાત નથી હોતી, પણ એ કોઈ ઉદાહરણ હોય છે, અથવા એનાથી હું કૈંક બીજી વાત કહેવાની કોશીશ કરતો હોઉં છું. મને આ રીતે કોઈ દૃષ્ટાંત આપીને લખવાની મજા આવે!
મારે પયાલોટ બનવું ગમે. મતલબ કે હું જ્યાં પણ હોઉં તેનાથી મોટું વિચારું અને કરું, ત્યાંનો ત્યાં ન રહું. મારુ મન કોઈ કલ્પનામાં કોઈ યોજનામાં ખોવાઈ જાય. હું આકાશમાં ઉંડુ, પણ "એકલો નહિ". હું મારી સાથે બીજાને પણ લઇ જવું. એ લોકો જ્યાં હોય ત્યાંથી એમનો હાથ પકડીને એમને પણ ઊંચકી લઉં. મારી સફળતાની સાથે, હું કોઈ બીજાને મારા પ્રયત્નથી સફળ બનાવું.
મારે એવું પાયલોટ બનવું ગમે.... જે પોતે ઉપર ઉઠે અને બીજાને પણ ઉપર લઇ જાય.
મારે એવું નથી બનવું કે જે કોઈ સ્વાર્થી હોય અને પોતાની સફળતા માટે બીજાને કચડી નાખે. બીજાને હેરાન કરે, દગો દે, વિશ્વાષ તોડે. ના!
IT પણ એક એવોજ વિષય છે.... હું IT માં મહેનત કરું, આગળ વધુ, સારું setup બનાવું. જેથી બીજા લોકો સરળતાથી કામ કરી શકે. latest technology વાપરે, એ લોકોનું કામ સરળ થાય, જલ્દી થાય.
હું IT માં આગળ વધુ અને મારી સાથે બીજાને પણ આગળ લઇ જઉં! એવો પયાલોટ.....