किस्मत
ક્યારેક મનમાં ઘણાં પ્રશ્નોની ધમાચકડી ચાલતી હોય છે.... મારી સાથે આવું કેમ? મને આ કે ઓ વસ્તુ શું કામ ન મળી? અથવા એણે એવું શું કામ કર્યું? આ કે ઓ વસ્તુ મારાથી કેમ જૂટવાઈ ગઈ? આ બધા પ્રશ્નોના જવાબ મળતાં નથી....
અને પછી આગળ એક ટ્રક જતી દેખાય છે અને એમાં લખેલું હોય છે...
किस्मत से ज्यादा और वक्त से पहले, ना मिला है, ना मिलेगा ।
આ વાંચીને કુદરતી રીતે માથા પર હાથ હાલ્યો જાય... અને મન સમજી જાય.... અને ઉદ્દગાર નીકળી જાય... ઓય ભણ્યા.... !
ઘણી વખત એક ને એક સંદેશો તમારી સામે આવે છે.....