ટૂંકી બાનો શર્ટ

 


ઘણાં વર્ષોથી હું ટૂંકી બા નો શર્ટ જ પહેરું છું! આ લેખ વાંચનાર ને લાગશે કે એમાં શું? ટૂંકી બા કે લાંબી બા, જે પહેરવું હોય એ પહેરો! પણ આ માત્ર શર્ટની વાત નથી, એમાં પણ એક ફિલોસોફી છે! હા.... હા...!

સામાન્ય વ્યક્તિને એક વૃક્ષ, નદી, પહાડમાં જે ન દેખાય એ, એક ચિત્રકાર અને ફોટોગ્રાફરને દેખાય છે. એ લોકોની સર્જન શક્તિ અલગ હોય છે, એ લોકોની કલ્પના શક્તિ અને વિચાર શક્તિ અલગ હોય છે! એ જ રીતે જે લોકો ને લખવાનો શોખ હોય, એ કંઈ પણ વિષય પર નિબંધ લખી શકે છે! એ શબ્દોની કમાલ છે, કળા છે. લખવાનો એક આનંદ છે.

આપણે માત્ર નાકથી જ શ્વાસ નથી લેતા, આપણાં શરીર પરની ચામડી શ્વાસ લે છે. ચામડીમાં છિદ્રો હોય છે, એ પણ શ્વાસ લે છે! અને ગરમીથી પસીનો આવે છે....

લાંબી બાના શર્ટમાં એક બંધન છે! હાથ ઢંકાઈ જાય છે, મૂંઝારો થાય છે. ખાસ કરીને ગરમીમાં અકળામણ થાય છે. ગરમીમાં બસની બારી ખુલી હોય અને હવા આવે તો મજા આવે. ટૂંકી બાના શર્ટમાં જાણે હાથના વાળ (રૂંવાટી) પણ શ્વાસ લઈ રહ્યા છે.... જાણે એક મુક્તિનો અહેસાસ છે.... એક ખુલ્લાપન છે.....!

જીવનમાં દરેક જગ્યાએ જ ખુલ્લાપન, સ્વતંત્રતા જોઈએ.... લાંબી બાના શર્ટની જેમ કોઈ બંધન નહિ, ટૂંકી બાના શર્ટની જેમ મુક્તિ જોઈએ... તો મજા આવે!


Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો