રાહુ - કલીયુગનો રાજા.....

 


રાહુ અને કેતુ ગ્રહો અને એનું પ્રતિકાત્મક મૂલ્યાંકન

  • રાહુ અને કેતુ આપણી જન્મ કુંડળીમાં મહત્વના ગ્રહો છે. 
  • પણ છે બંને છાયા ગ્રહો. મતલબ ખરેખર એનું અસ્તિત્વ નથી.
  • રાહુ કે જે માત્ર માથું છે.... ધડ નથી. અને કેતુ જે માત્ર ધડ છે, માથું નથી.
  • માથું મતલબ? દિમાગ! ગણતરી.... બુદ્ધિ, સ્વાર્થ, બચાવ, રક્ષણ, હુમલો...
  • ધડ મતલબ? ભાવના, સંવેદના, લાગણી, પ્રેમ, કરુણા, ત્યાગ
  • શરીરમાં મગજ અને હૃદય બંને અંગો છે.... જેને જોઈ શકાય....બન બુદ્ધિ અને લાગણી એ બંને મગજ અને હૃદય સાથે સંકળાયેલા હોવા છતાં, એને જોઈ શકતા નથી. એ છાયા છે.... એક વિચાર એક ભાવના.... રાહુ અને કેતુ જેમ છાયા ગ્રહો...
  • પણ બુદ્ધિ અને ભાવના ને ન જોઈ શકાય છતાં એને અનુભવી શકાય છે અને આપણે સૌથી વધુ પ્રભાવિત કરે છે.
  • જે વ્યક્તિ પર બુદ્ધિનો પ્રભાવ વધારે એનું જીવન એવું, અને જે વ્યક્તિ પર ભાવનાનું પ્રભાવ વધારે એનું જીવન એવું.
  • બુદ્ધિ અને ભાવના છે બંને વિરોધાભાષી... રાહુ અને કેતુ નો પણ એવું જ છે.... બંને વિરોધાભાસી.... જેમ આપણું માથું એક દિશામાં અને ધડ વિરૂદ્ધ દિશામાં હોય છે, એમ રાહુ અને કેતુ આપણી કુંડળી માં બંને ગ્રહો સામ સામે હોય છે, વિરૂદ્ધ દિશામાં.
  • એટલે રાહુ ને નોર્થ પોલ અને કેતુને સાઉથ પોલ પણ કહેવાય છે.

રાહ - કલીયુગનો રાજા.

આજે યૂટ્યુબ પર બધી જ માહિતી મળે છે. મેં જે અહી લખ્યું એ યૂટ્યુબ પર જોયેલા વિડિયો પર આધારિત છે.

એક વિડિયોમાં કહેલું કે રાહુ એ કલીયુગનો રાજા છે. તમે થોડું ઊંડો વિચાર કરો તો એ સાચું લાગશે. તમે લોકો ને જુવો, એના વર્તન ને જુવો, એમના કર્યો ને જુવો, એમના નિર્ણયો, એ શું બોલે છે અને શું કરે છે, કેવા દેખાય અને કેવા હોય છે...

તમે એ તાત્પર્ય પર આવશો કે લોકો પર આજે બુદ્ધિનો પ્રભાવ (રાહુ) વધરેંચે. લોકો સ્વાર્થી છે, માત્ર પોતાનો ફાયદો જુવો છે, બીજાની તકલીફ અને દુઃખ દર્દથી એમને કશું ફરક નથી પડતો. લાગણી, ભાવના, પ્રેમ, હુંફ, પરોપકાર, મદદ, કરુણા, સહનશીલતા આ જે બધા હૃદય (કેતુ) ના ગુણો છે એ સાવ ઓછા છે.

જો પ્રેમ અને લાગણી ન હોય તો સંબંધ બંધાય પણ નહિ અને બંધાય તો ટકે નહિ. જે આજે સંબંધી ઓ અને મિત્રો વચ્ચે દેખાય છે. દરેક જૂની પેઢીના લોકો એના વિશે વાતો કરે છે કે સમય બદલાઈ ગયો છે. હવે લોકો એકબીજાની પૂછપરછ કે દરકાર નથી કરતા....!

રાહુનો પ્રભાવ ચારે બાજુ છે... વ્યકિતગ સંબધોમાં અને ઓફિસમાં. ઓફિસમાં કોણ આવે છે અને કોણ જાય છે, એની કોઈને પડી નથી. હું, મારો કામ, મારો પગાર... બસ.... મને તકલીફ ન પડવી જોઈએ... બીજાનું જે થવાનું હોય એ થાય....!!

કેતુ - મારો સ્વભાવ

પણ રાહુથી મને બહુ ફાવતું નથી ... હું કેતુની ટીમમાં છું...  જ્યાં સંગીત છે, અધ્યાત્મ છે, પ્રેમ છે, બીજાનું દરકાર છે... એટલે રાહુનો પ્રભુત્વ જોઈ ને મન દુઃખી થઈ જાય છે.... અને સમજાય છે કે લોકો ને કહેવું અને સમજાવવું સહેલું નથી. એના કરતાં એક બ્લોગ પોસ્ટ લખી અને એમાં પોતાની પીડા ઠાલવી દેવી સહેલી છે!

મારા જીવનમાં હ્રદયનું મહત્વ અને સ્થાન, બુદ્ધિ કરતા હંમેશા ઉંચુ રહ્યું છે.... એક ધંધાદારી વ્યક્તિની જેમ માત્ર નફાનો સોદો કર્યો નથી... હું કોઈ ગણતરી બાજ નથી. હા સ્વભાવ થોડો ગરમ અને સ્પષ્ટ વક્તા કારણે ઘણા લોકોને હું ખારો લાગુ છું, કડવો લાગુ છે.... પણ લોકો ઉંડે સુધી જોતા નથી .. અંદરથી હું કોમળ અને લાગણીશીલ છું!

અફસોસ કે રાહુ ના સમયમાં લોકો એક બીજા  પર વિશ્વાસ નથી  રાખતા એટલે બધી વસ્તુના પ્રમાણ આપવા પડે છે.... કારણકે લોકો બુદ્ધિજીવી છે ને....! હું કેવો છું એ પણ લખી લખીને પ્રમાણ આપવું પડે છે.... !

તોબા... આ રાહુ... બાપ રે.... જે બુદ્ધિ તમને ભ્રમિત કરી દે... પોતાના સ્વાર્થ માટે, બીજાને ગુનેગાર બનાવી દે, બદલો લેવાની ભાવના અને બુદ્ધિની સૌથી ખતરનાક વસ્તુ "અહંકાર" ego....

જેમ પૈસા અને સત્તા વધે તેમ રાહુ અને અહંકાર વધે.... પછી ઓ ફિલ્મનો ડાયલોગ છે ને... "કભી કભી તો લગતા હૈ કે અપુની ચ ભગવાન હૈ..." આવા લોકો બીજાની અને ખાસ કરીને કેતુ પ્રભાવી વાળા લોકોની તો પત્તર જ ઠોકી નાકે.... ભુક્કા બોલાવી દે.... કેતુ વારો બિચારો... દુઃખી થાય, આંખમાંથી આંશુ આવી જાય.... પીડાય ... અફસોસ કરે...  પણ લાચારી અનુભવે...

આ કલિયુગ, અને રાહુ તોબા.. તોબા....!!! અફસોસ કે રાહુ આ યુગનો રાજા છે....

એક એવો યુગ હોય, જ્યાં કેતુ એ યુગ નો રાજા હોય...! તો મજા આવે... કદાચ એ જ સત્ય યુગ.....

રાહુ: બદલો, કેતુ: ક્ષમા

સ્વાભાવિક છે કે માનવ માત્ર ભૂલને પાત્ર... એટલે વ્યક્તિગત રીતે કે ઓફિસ કામમાં વાણી, વર્તનથી કોઈ બીજાનું અહિત થઈ જાય. જાણતા કે અજાણતાં....

રાહુ: એને મન પર લઈ લે... અહંકાર હોવાથી, એવું એને મારા સાથે કર્યું જ કેમ? એને એમ થાય જાણે એની હાર થઈ... હાર રાહુથી સહન ન થાય... એટલે એ બદલો લે....મોકો આવે એટલે સામેવાળા ને ઇટ નો જવાબ પથ્થરથી આપે....!

કેતુ: કેતુ નો હૃદય મોટું.. જાણે દરિયો...  લેટ ગો કરી ને જવા દે.... માફ કરી દે....! વાત ને ખતમ કરે..... મનમાં કોઈ બદલાની ભાવના નહિ!

રાહુ: ઈર્ષ્યા

રાહુ: રાહુ સ્વાર્થી હોય છે.... એ બીજા વ્યક્તિને "બીજી" વ્યક્તિ તરીકે જુવે છે. એટલે બીજાની પ્રસંશા કે સફડતાને એ પચાવી ન શકે. એના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય. પછી એ બીજા આગળ એ વ્યક્તિની બુરાઈ કરે... ! મનમાં બળતરા કરે!

કેતુ: કેતુ સ્વાર્થી નથી.... એ બીજાના અસ્તિત્વને સ્વીકારે છે. માન સન્માન આપે છે.... બીજો વ્યક્તિ પણ જાણે પોતાનો જ ભાગ... સદગુરુ જેમ વારંવાર એક શબ્દ નો ઉપયોગ કરે છે... "inclusiveness" એને અનુસરે છે... બીજાની સફડતાથી તે ખુશ થાય છે...  પ્રેરણા લે છે, શીખે છે... અને પોતાની મર્યાદા અને પરિસ્થિતિને સ્વીકારે છે.



Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો