પુસ્તક - સંબંધ - રાઘવજી માધડ

 


ભુજમાં રામધુન પાસે, રવિવારે સાંજે એક થી દોઢ કલાક માટે પુસ્તકનો સ્ટોલ હોય છે ... જેને વાંચનમાં રસ હોય તે આવે, જુવે અને ગમેંતો મફતમાં પુસ્તક વાંચવા માટે લઈ જાય.

ત્યાંથી મારા હાથમાં આ પુસ્તક હાથમાં આવ્યું... મોટી નવલકથા વાંચવામાં મને મજા ન આવે, આળસ આવે! મારે જેવા લોકો માટે આવી ટૂંકી વાર્તા બરોબર..... થોડા પાનાંમાં પૂરી થઈ જાય 😀

ઘણા વર્ષો પછી આવું કોઈક ગુજરાતીનું પુસ્તક વાંચવા લીધું... ગુજરાતી માતૃભાષા હોવાથી એના પ્રત્યે મને એક અલગ જ પ્રેમ છે. વાંચવા અને લખવાની મજા આવે.

1999 માં પ્રકાશિત થયેલું પુસ્તક છે, અને વાર્તાઓ એનાથી પણ જૂની છે... પણ આવી વાર્તાઓ ને સમય નો કોઈ બાધ નથી નડતો.... એ એવીજ તરોતાજી રહે છે.... લેખકની લેખનશૈલી સરસ છે... જબરદસ્ત પકડ છે.... તમે એમાં ખોવાઈ જાવ, ડૂબી જાવ... જાણે કોઈ ફિલ્મ જોતા હોઈએ એવા દ્રશ્યો દેખાય.... આપણે એમાં ડૂબતા જઈએ... એકદમ સટિક શબ્દો.... જેના દ્વારા પાત્રો પોતાની ભાવનાઓ, જિંદગીની હકીકતો... ને વ્યક્ત કરતા જાય.... ગુજરાતી ભાષાની કમાલ.... એ શબ્દો, લાગણીનું નિરૂપણ..... વાહ! 

લેખકે આવી વાર્તાઓથી ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે.... પુરસ્કૃત થયેલી વાર્તાઓનો સંગ્રહ છે..... વાર્તા વાંચીને આપણે થાય કે વાર્તા એવોર્ડને લાયક જ છે.....

પ્રથમ વાર્તા - સંબંધ

વાર્તા બે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ ના પ્રેમની છે.... એ પ્રેમ જે બંને એકબીજાને વ્યક્ત નથી કરી શક્યા.... થોડો સમય સાથે રહ્યા... આકર્ષણ થયું... મનમાં પ્રેમભાવ ફૂટ્યું ... અને જિંદગીની પરિસ્થિતિ માં કોઈ કારણોસર જુદા થવું પડ્યું... ઘણા વર્ષો પછી જ્યારે મુલાકાત થાય છે, એ મુલાકાતને લેખકે બહુ સરસ રીતે વ્યક્ત કરી છે.... હૃદયસ્પર્શી... મજા આવે વાંચવાની..,

દર્દ છે, દુઃખ છે, પીડા છે કે સામે વાળા પાત્રને પોતાના પ્રેમને વ્યક્ત ન કરી શકાયું.... બંને એક બીજાના ન થઈ શક્યા... અને કોઈ ઔપચારિક મુલાકાત થી છૂટા પડ્યા....

આ ટૂંકી વાર્તામાં સ્ત્રી પાત્ર સશક્ત છે.... એ મુખ્ય છે અને પુરુષ ગૌણ અને નબળો... લેખકે સ્ત્રીની લાગણી અને શક્તિને જબરદસ્ત રીતે વ્યક્ત કરી છે.... બહુ જ પ્રભાવી રીતે.... તડપડી ભાષાથી એ વધારે ધારદાર બને છે.... ચોખી ચટ્ટ વાત..... કોઈ શરમ નહિ... 

વાર્તાનો અંત બહુ જ જોરદાર છે.... આપણાં મન પર છાપ છોડી જાય એવો... એવો કે જેનાથી આપણે કંઈક લખવાનું મન થાય.... એટલે જ આ હું લખી રહ્યો છું....!

બીજી વાર્તા - પ્રતીક્ષા

પ્રથમ વાર્તાની જેમ આ પણ સ્ત્રી અને પુરુષના પ્રેમ વિશે છે... સામાન્ય રીતે આપણી હિન્દી ફિલ્મોની જેમ! પ્રથમ વાર્તા જેમ એમાં પણ દર્દ, પીડા, તકલીફ, જુદાઈ છે.... ખબર નહીં લેખકે આ વિષય પર કે લખે છે... કદાચ આવા વિષયોથી જ એક ચોટદાર, કરુણ વાર્તા બંને.

સંબંધ માં સ્ત્રી પાત્ર મજબૂત અને હીરો હતું... આમાં પુરુષ પાત્ર હીરો છે... એની ભાવના પીડા, દુઃખ અને પ્રેમનું વર્ણન બહુ સરસ કર્યું છે... અને જાણે કોઈ ફિલ્મનું ડિરેક્ટર scene ને ડિરેકટ કરે એમ લેખકે વાર્તાની અંત કરે છે.... ચોટદાર... લેખકની આમાં કુશળતા દેખાય છે...

અદ્ભુત શબ્દો છે, ભાવના છે અને અંત છે.... વાહ....! કમાલ...

ત્રીજી વાર્તા - જીવતર

હમણાં આવેલી વેબ સીરીઝ "Heeramandi" માં સંજય લીલા ભણશાલી એ જબરદસ્ત સ્ટેજ સેટઅપ કર્યું છે.... જોરદાર કપડાં અને ઝુમ્મર, દાગીના, લાઇટ્સ, ડાન્સ અને ઘણી મોટી ટીમના પ્રયાસ પછી આ result મળ્યું છે....

જ્યારે એક પુસ્તકમાં લખતી વખતે લેખક પાસે માત્ર શબ્દો જ હોય છે... એનાથી જ બધું વ્યક્ત કરવાનું છે... એ એક અનુભવ અને કળા છે.... આ વાર્તામાં પણ લેખકે પ્રેમ અને પીડાની વાત કરી છે. ફરી એ જ દર્દ, ભૂતકાળ, હાલનું સંઘર્ષ, વ્યક્તિની યાદો અને હાલની મનોસ્થિતિ.... બહુ જ હૃદય સ્પર્શી વર્ણન.... અને બસ થોડા જ પાનાઓમાં બધું જ કહી ને ચોટદાર, દમદાર અંત....

મૃગજળ

આગળ કહેલી અને એના સિવાય બીજી વાર્તાઓ પણ વાંચી.... પણ પછી થયું દરેક વાર્તામાં નિરાશા, દુઃખ દર્દ, જુદાઈ એવું જ કેમ છે....જ્યારે "મૃગજળ" શીર્ષક વાંચ્યું ત્યારે લાગ્યું કે આમાં પણ એ જ હશે... પણ ના, લેખકે અહીં ચોકાવ્યા! વાર્તા ને happy ending આપ્યું.... આગળની બધી વાર્તાઓ કરતા આ વાર્તા ગમી! happy ending ના કારણે!

આગળની વાર્તાઓ ગામડાંની પૃષઠભૂમિમાં હતી.... આ શહેરી છે... અને એમાં સ્ત્રી નોકરી કરે છે.... આધુનિક છે.... એટલે લેખક માત્ર ગામડાં પર અને એમના લોકોની જિંદગી પર જ લખે છે એમ ન કહી શકાય... શહેરી લોકોની લાગણીને પણ સરસ રીતે વ્યક્ત કરી છે.... લેખકની એમાં પણ મહારત છે....

આ વાર્તા વાંચી ને મને એને લાગતું એક ગીત યાદ આવી ગયું... "આ મુજે છોડ કર, તુમ જાઓગે, બડા પચ્છતાઓ ગે, બડા પચ્ચતાઓ ગે..."


Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો