50 રૂપિયાની આઇસક્રીમની મજા, કે 5000 ના સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની ઉપાધિ?
સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટની ઉપાધિ
બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે ઘણાં લોકોને સ્ટોક માર્કેટની એપનો ઉપયોગ કરતાં જોયા છે. પોતાનો પોર્ટફોલિયો, સ્ટોકના ભાવ, યૂટ્યુબ વિડિયો બધું જુવે. આજ હાલાત ઘણાં ઓફિસ સ્ટાફની પણ છે. કામ કરતાં કરતા વચ્ચે માર્કેટ ને જોયા કરે!
માર્કેટ ઘણાં બધાં કારણોથી ઉપર જાય છે, દેશના કારણો અને વિદેશના કારણો એના પર અસર કરે છે. ખાસ કરીને યુદ્ધને લઈને કોઈપણ સમાચાર હોય જે કોઈ ખરેખર હુમલો હોય તો માર્કેટ ઉલટ પુલટ થઈ જાય છે.
જે લોકોએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું હોય, એ લોકોને યુદ્ધના સમાચારથી બહુ બીક લાગે... યુદ્ધની ભયાનકતા અને કત્લેઆમ કરતા એ લોકોને પોતાના ઇન્વેસ્ટમેન્ટ નિ વધારે ચિંતા હોય! યુદ્ધ થઈ જશે તો? મારા ઇન્વેસ્ટમેન્ટ નું શું થશે?!
આર્થિક નુકશાની કરતાં મનની અશાંતિ વધારે ખરાબ છે. મન સતત સ્ટોક માર્કેટ અને પ્રોફિટ અને લોસ માં લાગ્યું હોય એ વધારે ખરાબ છે.
જેમ કે કોઈ એક સ્તોકમાં 5000 ઇનવેસ્ટ કર્યા પછી એ કેટલું ઉપર અને નીચે જાય છે, કેટલું રિટર્ન મળે અને હું જલ્દી જલદી નફો બુક કરી લઉં, અને બીજાને ખબર પણ ન પડે! જાણે હું કોઈ જિંદગીની બાજી જીતી ગયો! પોતાની જાતને શક્તિશાળી સાબિત કરવાની ગાલાવેલી! જાણે હું કંઇક છું.... પણ દરેક વખતે નફો નથી મળતો.... નુકશાન પણ જાય છે! જો સ્ટોક માર્કેટમાં બધા કમાતા જ હોય તો ઘણાં બધાં લોકો ક્યારનાય પૈસાદાર થઈ ગયા હોત, પણ એવું નથી. જો સ્ટોક માર્કેટમાં આટલી આવક હોત તો લોકો નોકરી કે ધંધો શું કામ કરે?
આવતીકાલની ચિંતા....
માત્ર સ્ટોક માર્કેટ જ શું કામ, જિંદગી એનાથી વધારે જોખમી છે..... આવતી કાલે શું થશે ખબર નથી, લોકો બદલાઈ રહ્યા છે, દુનિયા, ટેકનોલોજી બધું બદલાઈ રહ્યું છે, રોજ નાના અને મોટા અકસ્માતો થઈ રહ્યા છે, યુદ્ધ ચાલી રહ્યા છે....
આઇસક્રીમની મજા...
સ્ટોક માર્કેટની ઉપાધિ મૂકવા જેવી છે, આવતી કાલે શું થશે એની ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી.... "વર્તમાનમાં, આ ક્ષણમાં" જીવવાની મજા છે! ગરમી છે એટલે, સાંજે ઑફિસેથી કામ કરીને ઘરે પહોંચ્યા પહેલા, ઠંડી મસ્ત, સરસ ફ્લેવર્સનિ આઇસક્રીમ ખાઈ ને મજાં લેવાની! અહા! વાહ! એમાં મજા આવે!
આઇસક્રીમ ખાવ, જલ્સા કરોને!!!