જિંદગી જીવવાની કળા...!
*** પ્રસ્તાવના ***
ઓ... હો.... હો.... ભારી ભરખમ શીર્ષક છે નહિ..! કેટલા બધા પુસ્તકો એના પર લખાઈ ગયા, અનેં કેટ કેટલાય... લેખો છાપાંઓની પૂર્તિમાં આવી ગયા..... આ વિષય જ એવો છે.. એના વિશે હરકોઈ પોતાની માન્યતા, વિચારો, અનુભવો લખી શકે.... ઘણો સ્કોપ છે!
આજે સવારે ઓફિસ જવા માટે બસ પકડતા પહેલા, બાકી પાર્ક કરી તો એક દૃશ્ય જોયું... એનો ફોટો પાડ્યો અને અહી મૂક્યું છે.... અને મારા મનમાં કેટલાય વિચારો અને લાગણીઓ આવી અને ગઈ.... એના પરથી આ લેખ લખું છું.
*** ડ્રાઇવર ***
ડ્રાઈવરે પોતાના આંતરિક વસ્ત્રો પોતાની ગાડીના વાઇપર પર સુકાવ્યા છે! મને લાગે છે કદાચ એ ગાડી પણ એની નહિ હોય, કોઈ ટ્રાવેલ એજન્સી ની હશે... એ ડ્રાઇવર હશે.... બાજુમાં કોઈ ચાની કેબિન પાસે ચા પી રહ્યો હશે.... આ ભુજમાં કચ્છમિત્ર પાસે આવેલી હોટલ છે... બહુ જૂનું નામ જે હવે રેનોવેશન પછી આખી બદલાઈ ગઈ છે.... અહી ડોરમેટરી છે, ડ્રાઇવર એમાં રોકાણો હશે, સવારે કોમન બાથરૂમ માં ન્હાયા પછી એણે પોતાના આંતરિક વસ્ત્રો, અહી ગાડીના વાઇપર પર સુકવ્યા છે....
આંતરિક વસ્ત્રોની બ્રાન્ડ સામાન્ય છે.. માચો.... જોકી જેવી મોંગી નથી... સ્વાભાવિક છે, એની આર્થિક પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
એ બિન્દાસ્ત હશે... એનો કોઈ પોતાનો પ્લાનિંગ નથી... અચાનક ફોન આવે શેઠનો તો ખબર પડે ક્યાં જવાનું છે અને નીકળી જાય... જ્યાં સુવાનો મળે સૂઈ જાય, કોમન ટોઇલેટ બાથરૂમ વાપરે, રસ્તા વચ્ચેની હોટલો પર ખાઈ લે... કપડાં ક્યાં સુકાવું? દોરી નથી... એવા કોઈ પ્રશ્નો ન થાય...
*** ફેમીલી***
જ્યારે એ જેને લઈ ને આવ્યો છે એવા કોઈક ફેમિલીની હાલત એનાથી આખી અલગ હોય છે.... એ લોકો ફરવા માટેનું પ્લાનિંગ કર્યો હશે, બધાની રજા છે કે નહિ, કંઈ સીઝનમાં જવું, ક્યાં જવું, બસ, ટ્રેન, ફ્લાઇટ કંઈ રીતે જવું, કેટલી ભીડ હશે, જોવા જેવું શું છે, google maps પર ફોટા અને રિવ્યુ જોયા હશે, પછી બે ચાર એપ્સ પર rate સરખાવ્યા હશે અને જ્યાં કોઈ સારો પ્રોમો કોડ હોય અને વધારે ડિસ્કાઉન્ટ હોય એમાં બુક કરી હશે. અને એના માટે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ વાપર્યું હશે!
પછી સામાન શું સાથે લઈ જવું એની પ્લાનિંગ! મમ્મી કે ઠંડી હશે બેટા સ્વેટર સાથે લઈ લે, પપ્પા કંઇક અલગ કે....છોકરાઓ મુંજાય... ચપ્પલ પહેરું કે sandle? નાં નાં.... શૂઝ જ બરોબર રહેશે! બસ અને ગાડી માટે બ્રાન્ડેડ ટ્રેક પેન્ટ અને ટીશર્ટ... બાકી જીન્સ અને શર્ટ...
*** બંને સાથે ***
પછી એ ફેમિલી અને ડ્રાઇવર બંને ભેગા થાય.... ગાડીમાં બેશે.... જો ડ્રાઇવર પાસે ગૂગલ મેપ હોય તો એનો ઉપયોગ કરે... જે મેપ દેખાડે એ પ્રમાણે જવા દે, અથવા પેસેન્જર કે એ પ્રમાણે હવે ડાબી બાજુ, જમણી બાજુ....
*** મતલબ ***
ડ્રાઇવર સાવ બિન્ધાસ્ત છે... કોઈ પ્લાનિંગ, અપેક્ષા, લીસ્ટ અને ચિંતા નથી. ખિસ્સામાં બહુ માલ પણ નથી.
જ્યારે ફેમીલી બહુ પ્લાનિંગ કરે છે, ચિંતા કરે છે, ખિસ્સા પણ ભરેલા છે અને ખર્ચ કરી શકે છે...
બહુ પ્લાનિંગ અને ચિંતામાં પડવા જેવું નથી.... આપણે ધારીએ એવી જગ્યા હોતી નથી... ફરી ફરી ને થાક પણ લાગે છે અને કંટાળી પણ જવાય છે..... થોડું ડ્રાઇવર જેવું... બિન્ધાસ્ત થવાનું છે.... કપડાં કેમ અને ક્યારે સુકાશે? જગ્યા નથી..... એનો ટેન્શન લેવા કરતાં ડ્રાઇવર પાસેથી પ્રેરણા લેવા જેવી ખરી.... જે મળે એ.... નિભાવી લેવાનું... ચલાવી લેવાનું! 1/2/3 સ્ટાર હોટલ મળે કે પછી ક્યારેક ગેસ્ટ હાઉસ તો ચલાવી લેવાનું....
વધારે પ્લાનિંગ કરીએ અને એ પ્રમાણે ન થાય તો મન ખરાબ થાય છે.... અપેક્ષા પૂરી ન થાય તો મન ખરાબ થયા છે.... એમ થાય આટલા પૈસા વાપર્યા તોય મજા ન આવી.
મધ્યમ માર્ગ સારો. Balanced!
*** જિંદગી જીવવાની કળા ***
નાના હતા ત્યારે બહુ સમજ ન હોય શું ભણવું, ક્યાં ભણવું, મમ્મી પપ્પા જે medium સ્કૂલમાં, જે સ્કૂલમાં મોકલે ત્યાં જતા રહેતા. પછી રમવામાં ધ્યાન... SSC પછી શું કરવું એ ખબર નહિ... મમ્મી પપ્પા, સગા સંબંધી, મિત્રો... બધાની વાતો સાંભળી, પોતાની ક્ષમતા નો અંદાજ લગાવી આર્ટસ / કોમર્સે / સાયન્સ / પોલીટેકનિક
પછી નશીબમાં હોય તો સરકારી બાકી મોટાભાગે પ્રાઇવેટ જોબ....
30, 40 વર્ષે પછી સમજ પડે કે શું સારું કે શું ખરાબ અને શું ભણવું જોઈએ કે શું નહિ એ બધું વિચારીયે તો અફસોસ થાય, મન ખરાબ થાય....
જે રીતે ફેમીલી બહુ પ્લાનિંગ કરે અને વિચારે એ પ્રમાણે ન થયા તેમ. એના કરતાં થોડી ડ્રાઇવર જેવી માનસિકતા રાખવી સારી.
જે મળ્યું એ.... સારું.... જે થયું તે સારું.... વાંધો નહિ... ચાલશે.
અને જે પણ પરિસ્થિતિ હોય એમાં ડ્રાઇવરોની જેમ વાઇપર પર આંતરિક કપડાં સૂકવીને પણ ચલાવી લેવું અને ખુશ રહેવું એ જ... જિંદગી જીવવાની કળા...!