"કાં જા, કાં જાવા દે..!"
ટ્વીટર ને ફેસબુક કરતા પણ વધારે ધારદાર / અસરકારક સુવાક્ય ક્યારેક રિક્ષા પાછળ લખેલા જોવા મળે! ભલે એ લોકો વધારે ભણેલા ન હોય, અંગ્રેજી આવડતું ન હોય, પણ એ કોઈ પણ જાતના બીજાની "લાઈક્સ" ની અપેક્ષા વગર મનની સ્પષ્ટ વાત કહી દે છે...
આવું જ એક વાક્ય એટલે "કાં જા, કાં જાવા દે..!", જોકે આ ટ્રાફિક નાં સંદર્ભમાં છે..... એમાં અમુક વાહન ચાલકો ભીડ માંથી પોતાનું વાહન કાઢી ન શકે, એટલે ઊભા પડ્યા હોય અને પાછળ વાળા ની લાઈનો લાગી જાય... ન પોતે આગળ જાય, ન બીજા ને આગળ જવા દે.... એટલે એમને સંબોધીને આ વાક્ય લખાયેલું છે.... "કાં જા, કાં જાવા દે..!"
પણ, મારે કંઈક બીજું લખવું છે.... બીજી જગ્યા એ પણ આ વાત લાગુ પડે છે.... ઓફિસ વર્ક કલ્ચર માં પણ! અમુક લોકો કામ કરે નહિ અને બીજાને કરવા પણ ન દે.... માત્ર બીજાની ચુગલી...... મને આ પ્રોબ્લેમ છે અને તે પ્રોબ્લેમ છે! આ માણસ આવો છે, અને ઓ માણસ એવો છે! સાહેબ એવા છે અને તેવા છે.... એમની વાતો માં સમસ્યા જ સમસ્યા હોય છે...
જરૂર છે, સમસ્યાના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની. આપણે આ પરિસ્થિતિમાં શું કરી શકીએ એમ છીએ..... જો કંઈ કરી શકીએ તો કરવું જોઈએ.... જો કંઈ ન કરી શકીએ તો એને અવગણીને બીજી વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ...
"કાં કામ કર, કાં કરવા દે...!"
"કાં તું સકારાત્મક બન, કાં બીજાને સકારાત્મક બનવા દે...!"
બાકી, ખોટી મગજમારી ન કર!
"કાં જા, કાં જાવા દે..!"