જોરદાર ગુસ્સો..!
અત્યારે બસમાં બેઠો છું. એક આન્ટી ગાંધીધામથી ચડ્યા... ત્રણ જણાની સીટમાં બારી બાજુ એક ભાઈ બેઠા હતા.... એ વચ્ચે જગ્યા રાખીને બીજી સાઈડમાં બેઠા.....
પછી કોઈ યુવતી આવી. એણે બહેન ને કીધું કે અંદર જાવને.... આન્ટી એ કીધું.... મારે વચ્ચે નથી બેસવું... તારે બેસવુ હોય તો તું જા....
યુવતી અંદર ગઈ, પણ, એણે back pack (થેલો) પહેર્યો હતો... એટલે સીટમાં અંદર જતી વખતે... આંટી ને થોડી અગવડતા પડી.. થેલો આડો આવ્યો... આંટી નાં ચહેરા નાં હાવ ભાવ... એકદમ ગુસ્સા વારા થઈ ગયા... અને યુવતીના થેલા ને જોરથી સાઇડ માં કર્યું.....
યુવતીને ઉતરવાનું થયું.... વરી પાછું એ જ... યુવતી સીટ માંથી બહાર આવી... આંટી ને થેલો નડ્યો... આ વખતે તો આન્ટી બહુ ગુસ્સે થઈ ગયા.... કંઈ બોલ્યા નહિ... પણ ચહેરા નાં હાવભાવ ખતરનાક હતા... થેલા ને જોરથી સાઈડમાં હળસેલ્યો....! અને બીજા મુસાફરો સામે જોઇને કંઇક બોલ્યા... ફરિયાદ કરી.... પણ કોઈ એ પ્રતિભાવ ન આપ્યો
****
આવું ઘણીવાર લોકોની માનસિકતા બારે આવી જાય છે.... ઉભરો આવી જાય છે.... ઘરના, ઓફિસના, સામાજિક, આર્થિક ઘણી સમસ્યાઓ લોકો ને હોય છે..... ને અંદર ને અંદર ખાય છે... ઘણી બધી સમસ્યાનો કોઈ ઉપાય જડતો નથી અને પરાણે સહન કરવી પડે છે... સહી સહિને દુઃખ થાય છે..... અંદર ને અંદર ગુસ્સો આવે છે...
આજે આ બધી વાતો કે સમસ્યા સાંભળે એવા કોઈ મિત્રો નથી.... બીજાના પ્રોબ્લેમ સંભાળવા માં કોઈ ને રસ નથી..... કારણ કે એની પોતાની પાસે પણ ઘણા છે! લોકોને એકબીજા પર વિશ્વાસ નથી... એટલે ખુલી ને વાતો નથી કરતા.... સમસ્યાન નો સામનો નહિ કરી શકવાની નબળી વાત પણ કંઈ રીતે કરવી? ખરાબ ન લાગે....! ઇમ્પ્રેશન નું શું? પોતાની હિંમત અને હોશિયારી નું શું? બારેથી તો બીજાની સામે "I am something" વારું વ્યક્તિત્વ છે..... અંદર થી સમસ્યાઓ નો સામનો ન કરી શકતું..... સંઘર્ષ કરતો વ્યક્તિ! અંદરથી બસ જાણે હાર અને તૂટવાની નજીક..... બહારના અને અંદરના વ્યક્તિમાં જબરદસ્ત વિરોધભાસ....
બાય ધ વે... એ આંટી, સામેની ત્રણ જણની સીટમાંથી, મારી બાજુમાં બે જણની સીટમાં આવી ગયા છે...
આંખ બંધ કરીને સૂતા છે.... કદાચ.... માનસિક સંઘર્ષનો થાક હશે.... એમાંથી છુટકારો મેળવવા આરામ કરી રહ્યા છે... પણ મનમાં તો એ જ ગોળ ગોળ વિચારો હાલતાં હશે!!!!