ભુજ - ગાંધીધામ - ભુજ બસની મુસાફરી
બારી માટે માથાકૂટ
અત્યારે બસમાં એક ને બારી ખુલી રાખવી અને બીજા ને બંધ, એના ઉપર મોટી માથાકૂટ અને રાડો રાડ થઈ ગઈ......!
આવું થાય ત્યારે વોટ્સએપ નાં બધા સારા સુવિચારો અને ફોટા, રિલ્સ પર પાણી ફરી જાય છે 😃😃
માણસો બધી સારી વાતો ભૂલીને ઝઘડવા મંડી પડે છે.... બસ હું સચો..... તું ખોટો... હું કહું એમ થવું જોઈએ....
અને એવા મગજ ફરેલા માણસો પાસે ત્યારે ગ્રુપમાં ઘણા સારા મેસેજો આવે છે... એ જોઈ ને એમાંથી મગજ શાંત નથી થતું.... એ વાત ઘર સુધી હાલ્યા રાખે છે 😂 પીતો જાય પછી કોઈ મેસેજ કામ નથી આવતા.... 😀
પેલો: "બસ તારા બાપની છે?"
બીજો: "ઓય, બાપ ઉપર ન જા"
બસ માં મૃત્યુ
એક બીજી દુઃખદ ઘટના યાદ આવી ગઈ. હું ગાંધીધામ થી ભુજ આવી રહ્યો હતો. અંજારથી એક મુસ્લિમ નવ પરિણીત માં અને બાપ પોતાની તાજી જન્મેલી એક છોકરી સાથે અંજારથી ચડ્યા. સાથે દાદી હતી, એના ખોળામાં એ નવજત બાળકી હતી. અંજારના ડોક્ટર થી કામ ન થયું એટલે ભુજ જવાનું કહ્યું હતું.
બાળકી પુરે મહિને નહતી જન્મી. કોઈ પ્રોબ્લમ હતો... માં બાપ બીજી સીટ પર પાછળ બેઠા હતા.... 3 જનાની સીટ પર હું બારી પાસે, વચ્ચે એ દાદી અને પોત્રી અને બાજુમાં એક જૈન યુવતી.
દાદી વારંવાર મોઢા પરનું કપડું ઊંચું કરીને જોતા હતા.... થોડા સમય પછી કોઈ જાતનું અવાજ ન આવ્યો.... હલન ચલન બંધ થઈ ગયું... દાદીને અંદાજો આવી ગયો કે રસ્તામાં જ બાળકી એ દમ તોડી દીધું છે.
માં અને બાપ ને ખબર પડી... માં જોર જોરથી રડવા લાગી.... વાતાવરણ બહુ ગંભીર અને શોકમગ્ન બની ગયું..... હું બાજુમાં જ બેઠો હતો.... મને બહુ દુઃખ થયું.... બાજુની જૈન છોકરી એ કીધું કે તમારા ધર્મ માં જે છેલ્લે શ્લોક બોલવાના હોય એ બોલો.... અને પછી એ જૈન છોકરી એ પોતાનો શ્લોક.. "ઓમ નમો અરિહંતાણં... ઓમ નમો..." ચાલુ કરી દીધું... એની આંખમાંથી પણ આંશુ વહી રહ્યા હતા....
દર વખતે કોઈનું મૃત્યુ જોઈએ ત્યારે દર વખતે આપણે થાય કે સાલું... આ પૈસા... મગજમારી, અભિમાન, હોદો, આ જીવન, બધા સંબંધો, નોકરી કે ધંધો.....બધું અહીંનું અહી જ રહી જાય છે અને માણસ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જતો રહે છે...
થોડા દિવસ આવવી શાણી અને સમજુ વાતો મન માં રહે છે, અને ફરી પાછું માણસ બધું ભૂલીને દુનિયાદારી માં મંડી પડે છે.... એ જ હાય... વોય....