વીંછીના ઝેરમાંથી મુક્ત થવાની ઈચ્છા...
ઘણા બધા સારા પાસાઓની વાત છે અને ઘણા બધા નકારાત્મક.... અહી હું એક નકારાત્મક પાસાની વાત કરવા માંગુ છું.
આ રાશીનાં લોકો જ્યારે બીજા કોઈ એની સાથે ખોટું કરે, ખોટું બોલે, અપમાન કરે, ઠેશ પહોચાડે, દગો કરે તો એને વર્ષો પછી પણ ભૂલી નથી શકતા.... મનમાં દુઃખની લાગણી રહી જાય છે.... એક નફરત રહી જાય છે.... એ લોકોને માફ નથી કરી શકતા... વીંછી નાં પૂછનો આ "ઝેર" છે. અને ગુસ્સાવાળા સ્વભાવથી એ બીજા લોકોને heart કરે છે અને કડવા શબ્દો કહી દે છે.... જાણે કોઈ વીંછી નો ડંખ, જે સામેવાળાને બહુ પીડા આપે છે.
આ ડંખ અને ઝેરની પૂછળી વીંછી પોતાના માટે પણ ખતરનાક હોય છે.... એ ગુસ્સા, નફરત, લોકોની બેવફાઈ અને એ બધાથી પોતે જ disturb થઈ જાય છે... એ ડંખ પોતાને જ મારી દે છે.... એ self destructive થઈ જાય છે... હતાશા અને depression માં હલી જાય છે...
હું આ ઝેર માંથી મુક્ત થવા માંગુ છું!!
જેમ બીન ઝેરી સાપ હોય એમ બીન ઝેરી વીંછી...!
44 વર્ષે.... ભૂતકાળ માં જે પણ કડવા અનુભવો થયા એમાંથી શીખીને એને ભૂલવા માંગુ છું... ઘણા મિત્રો જે મારા નજીક હતા, એ લોકો પણ "ડંખ" નાં કારણે દૂર જતા રહ્યા છે! હું મારા આ ડંખ માંથી મુક્તિ મેળવવા માંગુ છું...
ભલે મારો કોઈ મિત્ર ન રહે... પણ એ ગયેલા મિત્રથી મને કોઈ ફરિયાદ ન રહે, કોઈ નફરત અને બદલાની ભાવના ન રહે એમ હું ઇચ્છુ છું....
મારા હૃદયમાં બસ "પ્રેમ" રહે અને હું કહી શકું કે
🌹लोकाः समस्ताः सुखिनो भवन्तु 🌹