સહકર્મચારી.. જાણે કોઈ....
જાણે કોઈ ટાપુ....
એ જ રીતે સહ કર્મચારી... આપણી બાજુ માં, ડિપાર્ટમેન્ટ માં બેઠો હોય, એનો નામ, કામ, અને હોદ્દો ખબર હોય છે, બીજું કંઈ નહિ!
એ કેવા સંઘર્ષ માંથી પસાર થાય છે, એના પર ઓફિસ કે ઘર પર શું વીતે છે, એને કંઈ શારીરિક કે માનસિક બીમારી હશે, પૈસાની તંગી હશે, family પ્રોબ્લેમ હશે....
કોઈ ને કંઈ જ ખબર નથી....
બસ જાણે એક નકશા પર દેખાતો ટાપુ! દૂરથી કંઇક પહાડ કે જાડ જેવું, કંઇક દેખાય છે.....
પછી આપણે એના વિશે કલ્પના કરવા લાગી જઈએ છીએ કે એમાં કંઇક સારું હશે.... કદાચ કોઈ હિંસક પ્રાણી કે સાપ હશે.... કે ખબર નહિ શું....
એ જ રીતે આપણે સહ કર્મચારી વિશે પણ ઘણી બધી સાચી ખોટી ધારણા બધી લેતા હોઈએ છીએ.... કદાચ એ હિંસક હશે, કદાચ એમાં સારો કે ઓમાં ખરાબ.... ખબર નહિ.... માત્ર કલ્પના અને ધારણા.... અને અચાનક કોઈ વાસ્તવિક કઈક બીજું જ અનુભવ થઈ કે ખબર પડે.... કે આ તો કંઇક અલગ જ માણસ છે!! 😃
જાણે કોઈ iceberg...
સહકર્મચારી સાથે કોઈ સારા પ્રસંગે મળવાનું થાય, નવા વર્ષે કે કોઈ પ્રવાસમાં ત્યારે જે પ્રેમભાવથી આપણે મળે છે કે કામ સિવાયની આપણી સાથે વાત કરે છે કે આપણા કામની કદર કરે છે ત્યારે આપણે ગમે, મજા આવે... કે એના મનમાં આપણા વિશે સારી માન્યતા કે લાગણીઓ છે....