ઓય... ડ્રાઈવર....!
કેટલું વિચિત્ર છે નહિ....! અત્યારે બસમાં બેઠો છું.... રોજ સવારે ઘણા કર્મચારી કે જે સારી પોસ્ટ પર છે અને બીજા લોકો કે જેમનું પોતાનું બીઝનેસ છે, યુવાનો અને યુવતીઓ, કોઈ ને જગ્યા મળી છે, જે લોકો વચ્ચેથી ચડે છે એ લોકો ઊભા છે.... ઘણા બધા સારા ભણેલા અને વ્યવસ્થિત લોકો સફર કરી રહ્યા છે...
પણ આ બધાંની અત્યારે કમાન એક ડ્રાઇવર નાં હાથમાં છે.... !!! જે અત્યારે પોતાના સમય માં પહોંચવા એકદમ રફ રીતે ડ્રાઇવ કરી રહ્યો છે...! જેમ તેમ.... રસ્તામાં કોઈ બાઇક વારો વચ્ચે આવ્યો તો ગ્યો! મોટી ગાડી આવી તો અમે ગયા....! ડ્રાઇવર ભણ્યો નહિ હોય એટલે જ ડ્રાઇવર છે! સ્વાભાવિક છે, એની જિંદગી પણ એની ડ્રાઇવિંગ જેમ રફ હશે! જેમ તેમ હાલતી હશે.
જ્યારે મુસાફરો.... પોતાની salary, increment, દિવાળી આવે છે એટલે બોનસ, online sale ચાલે છે એમાં શું લેવું એનો wish list તૈયાર કરીને બેઠા છે.... કોઈ કુંવારા છોકરા કે છોકરી, કોઈ સારા જીવન સાથી વિશે વિચારતાં હશે, સપનાં જોતા હશે, કોઈની જોઇને પસંદ પર કરતાં હશે.
જે લોકો એ લગ્ન કરી લીધા છે, એ દિવાળીમાં કોઈ જગ્યા એ જવાનું વિચારતાં હશે, ઘરમાં નવી tv, ફ્રીઝ, washing machine લેવા માટે ફંડ નું પ્લાનિંગ કરતાં હશે....
જે લોકો લગ્ન પછી માં બાપ બની ગયા હશે, હવે એ લોકો પોતાના વિશે ચિંતા કર્યા વગર પોતાના બાળકો માટે ચિંતા કરતા હશે - કઈ સ્કૂલ માં admission લેવું, કઈ, બાળકો માટેની શોપિંગ વગેરે...
ભુજ-કુકમા-રતનાલ-અંજાર-આદિપુર ના આ રોજિંદા સફરમાં શાંત દેખાતા, આંખો બંધ કરીને બેઠેલા કે પછી કાનમાં ear phone નાખીને બેઠેલા લોકોની અંદર ઘણી બધી હલચલ હશે....!
એક ફિલ્મનો dialogue યાદ આવી રહ્યું છે... "જિંદગી એ નથી કે જે આપણે વિચારીએ છીએ, કે આયોજન કરીએ છીએ... જિંદગી એ છે કે જે આપણી સાથે થાય છે... અને અંતે આપણે હકીકતનું ભાન થાય છે, કે બધી વસ્તુ આપણા હાથમાં નથી અને અપને ઈછિયે એ આપણી સાથે નથી થતું...