Online - રમકડાંની દુકાન




આજે જન્માષ્ટમી (આઠમ) છે. નાનપણમાં ભુજમાં હમીરસરના કિનારે સાતમ અને આઠમના મેળામાં જવાની મજા આવતી.

કારણ? રમકડાં! 

હમીરસરના ફૂટપાથ પર ઘણા બધા રમકડાંના સ્ટોલ હોય. બધા સ્ટોલ વારા ફરતી જોતો જાઉં. અલગ અલગ રંગ અને આકાર ના રમકડાં. ઘણી બધી ગાડીઓ, કોઈ વળી રિમોટ વળી તો કોઈ સાદી. દર વર્ષે કોઈ માર્કેટમાં નવી variety હોય, એટલે વેપારી એને વેંચવા પર અને ગ્રાહક ને આકર્ષવા માટે પુરા પ્રયત્નો કરે. અને પછી ભાવતાલ થાય.... અને ક્યારેક કોઈ સોદો થાય તો ક્યારેક ગ્રાહક બીજા સ્ટોલ પર હાલતો થાય!

મને નવી નવી વસ્તુ જોઈને થાય, કે આ લઉં કે પછી બીજી! જોઈને મન ન ભરાય. એક બાળકનો મન જાણે કોઈક રંગીન રમકડાંની દુનિયામાં ખોવાઈ ગયો હોય!

આજે TV અને મોબાઈલ ને કારણે બાળકોનો નાનપણ બદલાય ગયું છે. સમય બદલાયું છે. રમકડાંનો એ આકર્ષણ ઘટ્યું છે. રમકડાંની variety પણ બદલાઈ છે. ઘણા electronics રમકડાં હવે આવી ગયા છે.

એ જે હોય તે, પણ દરેકને પોતાનો બાળપણ વહાલું હોય છે. બાળપણની એ યાદો, રમત, તોફાનો અને એ સમયના રમકડાં...! આજના સમયની ફરિયાદ નથી કરવી. સમય, લોકો, પરિસ્થિતિ, દુનિયા હંમેશા બદલાતી રહે છે. દરેક પેઢી અને એનો સમય અલગ હોય છે. એમાં કૈંક સારું તો કૈક ખરાબ હોય છે. ચાલ્યા કરે.

આજે 44 વર્ષે મને એક online રમકડાંની દુકાન મળી ગઈ છે. એ છે freepik એમાં ઢગલા બંધ ફ્રી vector ગ્રાફિક્સ છે. એને જોઈને થાય કે આ download કરું કે બીજું. પછી એને adobe illustrator માં એડિટ કરવાની મજા આવે! પછી એને હું અમારી કંપનીના લોગોને ઉમેરું. અને કૈંક ને કૈંક રમત કર્યા કરું! એ રમકડાં (ગ્રાફિક્સ) સાથે રમવાની મજા આવે! અલગ અલગ design અને રંગોની દુનિયા!!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો