નીતેશ
મારું નામ મારા ફૂઈની દીકરી પુષ્પાબેન એ રાખ્યું છે. મારી રાશી વૃશ્ચિક છે એટલે "ન, ય" પરથી નામ પડે. "ય" પરથી બહુ ઓછા ઓપ્શન છે એટલે આ રાશિના લોકો નાં નામ મોટાભાગે ન થી રખાય છે.
તે વખતે જે આજુ બાજુ જે નામ પ્રચલિત હતા જેમ કે, હિતેશ, જીતેશ એના જેવું મારું નામ "નીતેશ" રાખ્યું.... પણ મને આ નામ પસંદ છે! નીતિ + ઈશ (ઈશ્વર) = નીતેશ મતલબ નીતિનો ઈશ્વર! વાહ.... સરસ.
આપણે ઘણી વાર બસ, ટ્રક કે પછી રિક્ષા પાછળ સુવાક્યો લખેલા જોઈએ છીએ. "નીતિ એ જ ધર્મ" એ લખેલું જોયું હશે. પણ કંઈ નીતિ સૌથી સરસ? અંગ્રેજી માં એક વિખ્યાત કહેવત છે કે "honesty is the best policy" મતલબ કે "ઈમાનદારી એ સર્વ શ્રેષ્ઠ નીતિ છે"
મે મારા નામ પ્રમાણે જ જીવ્યું છે! ઈમાનદારીથી! આ જ નીતિ મને સૌથી સરસ લાગે છે.
મારો domain name nitehgoswami.com પણ સરસ છે!