જીન્સ vs ઝાંઝર
*** જીન્સ ***
હા, આજની સ્ત્રી સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને એ માટે નોકરી કે બીઝનેસ કરીને પૈસા કમાવા જરૂરી છે, એના માટે ભણવું જરૂરી છે.... પણ સાથે સાથે એ જૂની પરંપરા અને જૂની ફેશન લુપ્ત થઈ જાય છે.. આજની યુવતી જીન્સ, ટી શર્ટ, સૂઝ પહેરતી થઈ ગઈ છે.... પોકિટ માં મોબાઈલ.... અને two વ્હીલર લઈને જતી યુવતી.... ok but...
*** ઝાંઝર ***
આપણી ભારતીય ભાષાઓ અંગ્રેજી કરતા સમૃદ્ધ છે.... "જ" અને "ઝ" માં ઘણો ફરક છે... ઝાંઝર જેવા ખૂબસૂરત આભૂષણ માટે "ઝ" બરોબર બંધ બેસે છે. પેલા નાં સમય માં એક યુવતી ભારતીય વસ્ત્રોમાં જ્યારે "ઘૂઘરી" વારા ઝાંઝર પહેરીને બાજુમાં થી નીકળતી તો અલગ જ અહેસાસ થાય... પેલા સીટી વાળા સુઝ જેવું... એ નાના બાળક ની ખુશી જ્યારે ઝાંઝર એ યુવતીની ખુશી... એક થનગાટ.... જાણે કે મોર પોતાના પંખ ફેલાવી ને નાચતો હોય.. એ. એક યુવતી...ઝાંઝર પેરીને મધુર ઘૂઘરી નાં અવાજ માં ચાલતી હોય...! અહા... જાણે કોઈ કવિને કવિતા લખવાનું મન થઇ જાય અને શાયર નેં કોઈ શયરી! અને મારા જેવાનેન કોઈ વોટ્સએપ સ્ટેટસ....
પણ આ જીન્સ અને ટી શર્ટ વાળી યુવતી બાજુમાંથી પસાર થઈ જાય તો ખબર પણ ન પડે કે યુવતી છે કે યુવા!!!
એ નજાકત ક્યાં?
એ શરમાળ પણું ક્યાં?
એ નિર્દોષતા ક્યાં?
એ ઝાંઝરની જમાવટ ક્યાં?