પોપટ vs કબૂતર
મારા ઘરની સામેના ઘરે સવારે અગાશી પર પોપટ દેખાય... એને જોઈને મજા આવે.... અહી થી ત્યાં ઉડતા... રમતા... અને ખાસ તો અલગ અલગ સુરો માં અવાજ કરતા... એમાં વિવિધતા છે.... એક મીઠાશ છે.... સંભાળવાની મજા આવે..... એનો કલર સરસ છે... પોપટી..... એના નામ પરથી જ આ કલરનું નામ પડ્યું!
ચાંચ પણ બીજા પક્ષી કરતા અલગ.... એનો કલર અલગ, ડિઝાઇન અલગ.... એટલે એ કબૂતર જેમ જમીન પર ચણ નાં ચણે.... એ તો કોઈ વૃક્ષ પર પ્ર ફળ ખાય.... મરચા ખાય.... ખાવા માં પણ વિવિધતા!
જ્યારે કબૂતર? એક શાંત પણ જાણે નીરસ પક્ષી! જમીન પણ દના ખાઈ ને એ કોલોની માં જ રહે.... ન કોઈ અવાજ... ન કોઈ સુર! જાણે માણસની એક જાતની નીરસ જિંદગી... બસ કામ અને ખાવાનું અને સૂવાનું! ન કોઈ જોશ, ન ઉમંગ... ન કોઈ સંગીત....! સાવ આવું! એમાં ક્યાં મજા છે?!
જીવન પોપટ જેવું હોવું જોઈએ... માત્ર એ જ ગલી પૂરતું સીમિત નહિ... એક દૂરની અને ઊંચી ઉડાન..... જમીન પર એક સુરક્ષિત દાણા ખાવા માં શું મજા છે.... વૃક્ષ પર ઉડતા... ત્યાં તાજા લટકતા ફળ કે કોઈ શાકભાજી.... મરચા......!
જીવનમાં એક સુર હોય..... રાગ ભૈરવી ની મધુરતા અને મીઠાશ હોય... એને વારંવાર સાંભળો તો પણ ડાયાબિટીસ ન થાય! હાર્મોનિયમ હોય....! મજા આવે.... અલગ અલગ અવાજ... પોપટ જેમ...
કલર હોય! એક મસ્તી હોય.....! તો બરોબર.. અહા.... પોપટ!