બસની મુસાફરી....
પેલા બસની મુસાફરી માં એક તકલીફ હતી કે અમુક લોકો બીડી પીતા અને આજુબાજુ માં લોકો ને તકલીફ પડતી.... પણ બીડી પીવા વાળા ને બીજા લોકોની કંઈ પડી ન હોય.
આજે એનાથી મોટી તકલીફ છે! અમુક ખાસ કરીને લેબર વર્ગ પોતાનો મોબાઈલ સ્પીકર પર રાખે... અને યૂટ્યુબ શોર્ટ્સ અને બીજા ફાલતુ વિડિયો વધારે મોટો અવાજ રાખી સાંભળે! બીજાનાં દિમાગનો દહીં થઈ જાય..... એ લોકોને બીજાની તો કંઈ પડી ન હોય....
બીડી તો થોડી વાર માં પૂરી થઈ જાય, અને એ ભાઈ બારીમાંથી ફેંકી દે એટલે પત્યું.... પણ આ લોકો તો બંધ જ ન થાય.... આખા રસ્તે ચાલુ પડ્યા હોય..... બંધ જ ન થાય.... ન head phone વાપરે..... માંથો ખાઇ જાય છે.... ખરેખર.... તોબા!