ભુજ - આરામનો અને મજા કરવાનો શહેર....!
અત્યારે વરસાદ જેવો માહોલ છે અને હું મારા ઘરની બાજુમાં રસ્તાની સાઇડ પર આવેલા, ફૂટપાથ પર ફરવા નીકળ્યો છું. રસ્તામાં આ સરસ લોકો ને બેસવા માટેની જગ્યા બનાવેલી છે. આમેય ભુજ એ આરામ કરવાનો અને મજા કરવાનો શહેર છે.
તમે હમીરસર કિનારે જાવ તો ત્યાં પણ બેસવા માટે વિશાળ જગ્યા છે.... બસ લોકો સાંજે નિરાંત કરીને બેઠા હોય, છોકરાઓ રમતા હોય, થોડો નાસ્તો કે ચાય અને આડી અવળી વાતો....
આ આપણો ભુજ.. બીજા શહેરો જેવી પૈસા કમાવાની દૌડ નહિ... અહીંયા નાં લોકો મોટાભાગે લાગણીશીલ અને સરળ છે... ખોટી ઉપાધિ કે મગજ મારી નથી.... જીવો ને જીવવા દો.... આરામ કરો, મસ્ત રહો!
હું આ લખી રહ્યો છું એ લાગણી પણ આ શહેરની માટી માંથી જ આવી હશે....😊