યમરાજ....
કેવો શબ્દ છે આ નહિ?! લોકો એના વિશે બોલવાનું કે વાત કરવાનું ટાળે છે... એ શબ્દના અર્થ વિષે વિચારીએ તો બીક લાગે.... મોત નો ભય લાગે છે..... અંદરથી થરથરી જવાય છે.... પણ અહીં અમારા કોલોની નાં શિવ મંદિરની બહારી દીવાલમાં એક બાજુ... યમરાજની મૂર્તિ છે.... અંદર શિવલિંગ અને બારે યમરાજ.... શું સંદેશો હશે આમાં? જાણે એક સિક્કાની બે બાજુ, એક બાજુ શિવ અને બીજી બાજુ યમરાજ..... મને લાગે છે જીવનનો આ વિરોધાભાસ ને સ્વીકારવાનો સંદેશો છે....
શ્રીકૃષ્ણ નાં રંગ રૂપ અને વ્યક્તિત્વ ને જોઈને આપણું મન મોહિત થઈ જાય...અહા! કેટલું સુંદર...
દરેક સંબંધ માં આપણે પ્રેમ અને કાળજીની, વિશ્વાસની અપેક્ષા રાખીએ છીએ કે બરોબર હાલે કેં કોઈ ગેર સમજ ન થાય.... પણ થાય છે! ગેર સમજ થાય, મનદુઃખ થાય, અપેક્ષા વિરૂદ્ધ નું થાય ત્યારે દુઃખ થાય..... એ પછી મિત્રો, કે કુટુંબ નાં સંભ્યો હોય કે કોઈ સબંધી... કા ન હોય
નોકરીમાં આપણે પ્રગતિની અપેક્ષા રાખીએ, સારા પગાર અને સારા હોદની અપેક્ષા રાખીએ.... પણ ઘણી વખત સહ કર્મચારી ધાર્યા પ્રમાણેના નથી મળતા.... અપેક્ષા મુજબ પગાર વધારો નથી થતો... ઘણા વર્ષો પછી પ્રમોશન નથી મળતું.... સહ કર્મચારી અને બોસ સાથે મગજ મારી થાય છે.....
શરીરને સાબુ, શેમ્પૂ થી, perfume થી, સારા અને બ્રાન્ડેડ કપડાં અને શૂઝ થી સજાવીએ છીએ... પણ ઉમર વધતી જાય છે... જવાની હાલી જાય છે... વાળ સફેદ થતાં જાય છે, રોગ આવે છે, થાક લાગે છે.,. ચહેરા પર ડાઘ પડે છે.... કરચલી પડે છે...
આપણી અપેક્ષા સિક્કાના એક બાજુ જેવી હોય છે... બધી વસ્તુ સારી અને મસ્ત હોવી જોઈએ.... શ્રી કૃષ્ણ જેમ એન્ડ શિવ જેમ...
પણ શિવ મંદિર નાં મંદિરની દીવાલ પર સિક્કાની બીજી બાજુ છે.. જેને પ્રેમ થી સ્વીકારવું પડશે... જીવનના દુઃખ અને નબળી બાજુ.... બધી વસ્તુ સારી અને બરોબર ચાલતી હોય તો જ આપણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞ હોઇ એમ નહિ... જે વસ્તુ આપણી અપેક્ષા પ્રમાણે નથી... આપણે પસંદ નથી... છતાં પણ આપણા મનમાં કોઈ ફરિયાદ ન હોય અને એનો પણ સ્વીકાર હોય એ જ સાચી કૃતજ્ઞતા...!
યમરાજનું વાહન "પાડો" છે... આપણે તો ગાયને પુજીએ.. એ માતા સમાન... પણ અહીંયા યમરાજ નો વાહન પણ આપણે ન ગમે એવું જાણી જોઈ ને રાખ્યું છે... જેથી આપણે સમજીએ અને એ નકારાત્મકતા પ્રત્યે સજાગ રહીએ અને એને પણ જીવનના એક ભાગ તરીકે સ્વીકારી શકીએ...
આવુજ શનિનું... એનો વાહન કાગડો! જેને આપણે અશુભ માનીએ.... એ જ આપણા સમક્ષ આવે છે... કોઈ આપણે સમજ આપવા.... કોઈ સંદેશો આપવા.... માત્ર જીવનમાં શ્રી કૃષ્ણની ગાય અને સુંદર મોર જ નથી મળવા નાં... કાગડા પણ મળશે.. એના સાથે જીવવું પડશે.... એનો પણ સ્વીકાર અને ન કોઈ ફરિયાદ એ જ સાચી કૃતજ્ઞતા! અને બીજા ની લોકોની, વસ્તુની, પરિસ્થિતિ ની ફરિયાદ કરવા કરતાં આપણે એમાં શું યોગદાન આપી શકીએ.... શું સારું કામ કે બદલાવ કરી શકીએ એના પર ધ્યાન આપવું જોઈએ....
યમરાજ અને શનિને પણ આપણા પૂર્વજોએ દેવ કહ્યા છે અને હકારાત્મક તાથી સ્વીકારી લીધા છે.... એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ...