આંગળા... મારા સાથી...

ગઈ કાલે (30-Dec-2022) સ્કૂલ annual day ના પ્રોગ્રામ માં ઘણા નાના અને મોટા છોકરાઓ એ perform કર્યું... એમાં નાના છોકરાઓ એ "નાની મારી આંખ.." પર ડાન્સ કર્યું... સરસ ગુજરાતી બાળ ગીત છે! એમાં આંખ, નાક, મોઢું, વગેરી ની વાત છે... પણ મને તો સૌથી વધારે ગમે "આંગળી મારી લપટી એથી વગાડું ચપટી" અને આ મારા હાથ ના આંગળાઓ....! તમે ગમે તેટલું મગજથી વીચારો કે હૃદય થી મહેસુસ કરો, એના પર કામ તો આ "આંગળા" જ કરે છે ને.... અને એમાંય અંગુઠો તો કૈંક વિશિષ્ટ જ છે!

મારા અક્ષરો બહુ સારા નથી થતા... અને અંગ્રેજીના તો વધારે ખરાબ છે.... પણ મારા આંગળા એ ઊંટ જેવા છે! ઊંટ રસ્તા પર ઉભો યૌ તો એમ થાય કે કેટલો ધીરે ચાલે છે, આપણે એની સરખામણી ઘોડાથી કરીએ તો ઊંટ ના કોઈ ડારિયા ન આવે! પણ જયારે તમે ઊંટ ને રણ માં મુકો તો પછી જુવો એ કેવો હાલે છે! એમાં ઘોડાના કોઈ ડારિયા ન આવે! એમ મારા "આંગળા" હાથ માં પેન પકડે તો સારા અક્ષરો નથી લખતા, પણ એ જયારે કમ્પ્યુટર કે મ્યુઝિક ના કીબોર્ડ દોડે છે ત્યારે જાણે કોઈ ઊંટ રણમાં દોડે છે...!

મગજ વિચારતો જાય, હૃદય મહેસુસ કરતો જાય અને મારા આંગળા દોડતા જાય...! એતો કેવી અજબ જેવી વાત છે....!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો