સંવેદના

અમુક શબ્દો "સુગંધિત" હોય છે..... એને લખીએ તો એમ થાય જાણે એમાંથી કોઈ સુગંધ આવી રહી છે! "સંવેદના" એવો જ એક શબ્દ! કોમળ, નાજુક....

દરેક ફળની બહારની પરત અલગ અલગ હોય છે... ચીકુની સાવ નરમ અને પાતળી, સફરજન ની ચીકુ કરતા થોડી વધારે કઠણ, પછી તરબૂચ અને સક્કર ટેટી ની બહુ કઠણ.... એવી જ રીતે દરેક વ્યક્તિની સંવેદશીલતા અલગ અલગ હોય છે.... અમુક વધારે સંવેદશીલ હોય જ્યારે અમુક ઓછા. વધારે સંવેદશીલ લોકો કોઇપણ કલા પ્રત્યે રસ ધરાવે છે, જેમ કે સંગીત, નૃત્ય, ચિત્રકામ, ગાયન વગેરે...

આવા લોકો નાની નાની વાતોથી અપસેટ થઈ જાય, મન પર લઈ લે, કારણ કે એમનાં જીવનમાં હૃદય મોટું અને મગજ નાનું હોય છે... એ લોકો ચીકુ જેવા હોય છે.... પોચા! જ્યારે આ સમય અને બહારની દુનિયા કઠણ લોકોની છે.... એટલે આવા લોકોને સંઘર્ષ કરવું પડે.... પણ એ લોકો પોતાની દુનિયા માં મસ્ત હોય છે.... બીજાની ખોટી ઉપાધિ કરતા નથી....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો