માં નો ઇન્વેસ્ટમેન્ટ...
આજકાલ યુવાનો માં સ્ટોક માર્કેટ નો ક્રેઝ છે..... ઘણાં લોકો ભેગા થાય ત્યારે આ સ્ટોક લઈ લે અને આ ન લેવાય, એવી એક બીજાને સલાહ આપ્યા રાખે છે.... 5, 10 હજાર કે અમુક લોકો અમુક લાખ રૂપિયા સુધીનો ઇન્વે્ટમેન્ટ કરે છે....
પણ તમે ક્યારેય વિચાર્યું કે આપણું ઇન્વે્ટમેન્ટ તો કંઈ નથી, આપણાં માં નાં ઇન્વે્ટમેન્ટ આગળ.... માં નું ઇન્વેસ્ટમેન્ટ એટલે એના બાળકો!
જન્મ આપતા પહેલા 9 મહિના પેટ માં સાચવે, જન્મ પછી, જિંદગી ભર. રોજ 3 વખત જમવાથી લઈ, કપડાં ધોવાથી લઈ અને બીજું ઘણું બધું શું નથી કરતી એ! ભણાવે છે અને ઘણાવે છે.... બધું કરે છે.... 18 વર્ષ ને એની તપસ્યા પછી.... જો એના નસીબ સારા હોય તો એના બાળકો કમાઈ ને આપે છે....! અને નસીબ ખરાબ હોય તો 18 વર્ષની તપસ્યા વ્યર્થ જાય છે.... પણ તોય માં પોતાના ની મમતા નો, વહાલ નો, પ્રેમ નો ઇન્વે્ટમેન્ટ કર્યા કરે છે...
સ્ટોક માર્કેટ કરતાંય લાંબા ગાળા નું ઇન્વે્ટમેન્ટ માં નું છે.... અને જોખમી પણ..... રિટર્ન ની કોઈ ગેરંટી નહિ.