બંકોડો.....!

આજની English Medium માં ભણતી પેઢીને આ શબ્દનો અર્થ ખબર નહિ હોય! કેવો અનુઠો શબ્દ છે આ! માત્ર શબ્દ નહિ પણ એક લાગણી જોડાયેલી છે.... કોઈ ઘરના જૂના, અને હાલમાં હયાત ન હોય એવા વ્યક્તિ સાથે.

મારા દાદા ચાલવા માં જે લાકડીનો ઉપયોગ કરતા એ બંકોડો! નાનપણ ની અમુક દાદા સાથેની યાદોમાં એક એમનો બંકોડો... દાદાને યાદ કરીએ તો બંકોડો યાદ આવે.... ઘરની બહાર ક્યાંય જાય તો હંમેશા ભેગો! જભો, લેંગો, કેસરી ટોપી અને બંકોડો!

આજની પેઢી પાસે માતૃ ભાષા નાં શબ્દોની વિશાળતા નથી... હાલતે ચલતે અંગ્રેજી શબ્દો વાપરે છે.....એ લોકો બંકોડા માટે stick અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે..... ક્યાં stick અને ક્યાં બંકોડો! stick શબ્દ ઘી વગરની રોટલી જેવો રૂખો લાગે..... જ્યારે બંકોડો ઘી વારી રોટલી જેવો સુવાલો! 

બંકોડો ખાલી હાલવા ચાલવા નાં ટેકા માં જ નહિ પણ બીજી રીતે પણ કામ આવે.... ગાય, કુતરા ને ભગાડવા માં, નાના છોકરા તોફાન કરે તો એને બીક દેખાડવામાં.....

વૃદ્ધ માણસ માટે સંપતિ, મિલકત, મિત્રો વગેરે નો મહત્વ રહેતું નથી..... એ એકલો થઈ જાય છે.... અને આ એકલતામાં, ખાલી જગ્યા પૂરતો અને મિત્રની ગરજ સારતો બંકોડો!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો