અનુસ્વાર... એક નાનકડી બિંદી નું કમાલ...
રગ અને રંગ
પથ અને પંથ
પથ અને પંથ
અંગ્રેજીમાં "અનુસ્વાર" નથી... જાણે રૂખી સુખી રોટલી... જ્યારે આપણી ભારતીય ભાષાઓ ખાસ છે.... એક નાનકડી બીંદી! જાણે રોટલી પર લાગેલું દેશી ઘી.... જાણે એક મીઠાશ....
કેટલો ફરક છે.. રગ્ અને રંગમાં....! રગ બોલવા, વાંચવા કે લખવા માં મજા નથી.... જ્યારે "રંગ" બોલવા, વાંચવા અને લખવા માં મજા આવે.... હ્રદય ને સ્પર્શ કરી જાય....
આપણી જિંદગી માં પણ એક કોઇપણ કલા (સંગીત, નૃત્ય, ગાયન, વદન વગેરે) હોવું જોઈએ... એક અનુસ્વાર... એક મીઠાશ.... નહિતર જિંદગી સાવ રૂખી સુખી છે..... ધી વગરની રોટલી જેવી!