પોતાનું લખવામાં મજા છે!

હાઈસ્કૂલ માં ભણતો ત્યારે ક્યારેક લાઇબ્રેરી માં જતો.... છાપાની પૂર્તિ વાચતો. એમાં સારા લેખો આવતા.... ક્યાંક વાંચ્યું યુવાનો એ પર્સનલ ડાયરી લખવી જોઈએ. એટલે એ ટ્રાય કરી! ડાયરી લખવાનું ચાલુ કર્યું.... મજા આવતી....એક કે બે વર્ષ લખી હશે પણ લખવા માં મજા આવે એ ખબર પડી....

આજે એ ટેવ ફરીથી જીવંત થઈ! પણ અત્યારે ડાયરી નહિ, વોટ્સએપ સ્ટેટસ છે! 

લોકો બીજાના સુવિચારો, લેખો ફોરવર્ડ કરે છે... પણ એનાથી વધારે મજા..... જાતે લખવામાં છે.... હૃદય જ્યારે લાગણીથી ઉભરાઈ રહ્યું હોય અને પછી આપણે એને શબ્દોમાં પિરોવી ને લખતા જઈએ....! બીજા સાથે બોલીને વાતો કરતા, મને આ રીતે લખીને શેર કરવાનું વધારે ગમે...! બોલવામાં હું બહુ ઉતાવળો છું.... જેમ તેમ, ગોઠવણ વગર, આડો અવળો બોલતો જાઉં.....પણ લખવામાં હું સરસ છું...! વ્યવસ્થિત! 

બીજા એ લખેલું ફોરવર્ડ કરવું એ વાસી અને પારકું છે.... આપણે લખેલું એ સીધું હૃદય માંથી નીકળતું તાજુ અને પોતીકું હોય છે!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો