સ્ટોક માર્કેટની માયાજાળ....
9:09 થઈ છે. અંજાર આવ્યું.. એક ભાઈ બાજુમાં બેઠા છે. સ્ટોક માર્કેટ 9:15 ચાલુ થશે. આ ભાઈ, અત્યાર થી જ સ્ટોક માર્કેટ એપ ખોલી ને ચેક કરે છે! સ્ટોક માર્કેટમાં આજ સૌથી મોટો પ્રોબ્લેમ છે.... જો તમે એમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો એ તમને સુખે થી રહેવા દેતો નથી. સ્ટોક માર્કેટ તમારો ધ્યાન અને સમય ખાઈ જાય છે....
ઢગલા બંધ કંપનીઓ, એના results, ન્યૂઝ, પ્રમોટર્સ, operators સૌથી વધારે અગત્યનું એ શેર નો "ભાવ".... સતત બદલાતા રહે છે. શું સાચું અનેં શું ખોટું એ જ ખબર ન પડે. લોકો એકબીજાને છેતરતા રહે છે.
એક આખી અલગ જ દુનિયા અને માયાજાળ.... ન સમજાય એવી.
બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે મે ઘણીવાર લોકો ને સ્ટોક માર્કેટ પર યૂટ્યુબ પર વીડિયો જોતા, ટેલીગ્રામ પર મેસેજ જોતા, ભાવની વધઘટ જોતા જોયા છે... એ લોકો શાંતિથી બેસી નથી શકતા!
ઓફિસમાં પણ અમુક લોકો પોતાના કામ કરતા પોતે સ્ટોક માર્કેટ માં રોકેલા પૈસા અને IPO અને profit એન્ડ loss ની ઉપાધિ વધારે કરતાં હોય છે....!
પૈસા... પૈસા... પૈસા.... returns!