સીટી વાળા સુઝ
** આધુનિક યુવા અને સૂઝ**
હ્મમમમ...! હવે આપણા દેશમાં કપડાં અને સુઝ થી લઇ ને ઘણી બધી વસ્તુમાં નવી જનરેશનને વેસ્ટર્ન વસ્તુઓ નો ક્રેઝ છે... એક ફૅશન અને શો ઓફ છે.... nike puma adidas.... ની બ્રાન્ડ હોય તો વટ પડે....! બે, ત્રણ હજારથી ચાલુ થતાં સુઝ પછી તમારી જેટલી capacity! પણ નવા લીધા હોય તો આપણે યાદ હોય કે નવા સૂઝ છે એટલે બે ચાર દિવસ આપણે નવું નવું લાગે... થોડા દિવસ પછી એની મજા પણ મારી જાય છે..... પછી એ જ ભણવાનું કે કામનું કે જીવનના ભૂતકાળ નુ વળગણ અથવા ભવિષ્યની ચિંતા... પછી એ branded લોગોથી આપણા જીવન માં કોઈ ઉત્સાહ વધતો નથી... હા ખાલી મારી પાસે બ્રાન્ડેડ વસ્તુ છે, એ બીજાને દેખાડવાનો અભિમાન રહે છે.....
** બે વર્ષ નો બાળક અને સીટી વાળા સુઝ **
બીજી તરફ છે એક બે વર્ષનું બાળક. જેણે હજી નવું નવું ચાલતા શીખ્યું છે... એના મમ્મી પપ્પા એ હરખાતા સીટી વાળા સુઝ પહેરાવ્યા છે..... એ ચાલે તો સુઝમાંથી સીટી વાગે!!! વાહ! આ તો કેવી મજા.... તમે જ્યારે આવા બાળક ને ધ્યાનથી જોશો તો એ કેવો જોશમાં અને ચહેરા પર ખુશી સાથે હાલતું જાય! જેને હજી કંઈ બોલતા પણ નથી આવડતું... નથી કોઈ ભૂતકાળ કે નથી કોઈ ભવિષ્ય... બસ છે ખાલી વર્તમાન! બધું નવું.... માં અને બાપનો પ્રેમ....!
જગજીત સિંહ ને એ ગઝલના શાયરે.... આવા કોઈ બાળક ને આનંદ થી ટહેલતા બાળક ને જોઈને જ આ ગઝલ લખી હશે....
ભલે છીનલો મુજસે મેરી જવાની,
મગર મુજકો લોટા દો, વો બચપન કા સાવન
વો કાગજ કી કસ્તી, વો બારિશ કા પાની...
આમાં એક લઈને હજી ઉમેરી શકાય... વો સીટી વાલે સુઝ....