મેરા પ્યાર ભી તું હૈ - રાગ પીલુ
ફિલ્મી ગીતોમાં સૌથી વધુ પ્રચલિત રાગ હોય તો ભૈરવી.હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઘણાં બધાં રાગો છે. પણ એમાંથી અમુક જ રાગ પર ફિલ્મી ગીતો બન્યા છે.... ઘણાં ગીતોમાં રાગોનો મિશ્રણ હોય છે. ઘણાં ગીતો કયા રાગો પર છે એ ખબર ન પડે.
નવા ફિલ્મી ગીતો, જુની ફિલ્મો જેમ રાગો પર આધારિત નથી એટલે મજા નથી આવતી. એમાં સંગીત ઓછો અને ઘોંઘાટ વધારે છે...
એક ઓછો પ્રચલિત અને અઘરો રાગ છે પીલુ... એમાં બને ગાંધાર અને નિષાદ સુર લાગે છે.... જેમાં બને ગાંધાર સ્વરો લાગે એની એક અલગ જ મજા છે..... હૃદયને સ્પર્શી જાય એવી.
રાગ પીલુ પર આધારિત એવો જ એક ગીત "મેરા પ્યાર ભી તું હૈ" ફિલ્મ સાથી (૧૯૬૮).... એનો શરૂઆતનો music અને વચ્ચે જેમાં બને ગાંધાર લાગે છે...... વાહ!.... જબરદસ્ત સંગીત છે નૌશાદ નો...