રાગ આહીર ભૈરવ

આપણા હૃદય ને સૌથી જલ્દી શું અસર કરે છે? ક્યારે વિચાર્યું છે? જેવી રીતે આપણા કાનમાં એક પડદો હોય છે, જે બહાર ના અવાજો થી કંપન થાય છે, અને આપણે અવાજ સાંભળી શકીયે છીએ.... 

એ જ રીતે આપણો હૃદય પણ કંપે છે... અને કૈંક મહેસુશ કરે છે.... અવાજથી નહિ, પણ આપણી બીજા લોકો પ્રત્યે ની ભાવના/લાગણીઓ થી અને બીજા લોકોની આપણા પ્રત્યેની ભાવના/લાગણીઓ થી. સારી હોય કે ખરાબ.....!

બીજી વસ્તુ છે "સંગીત" જેનાથી આપણું હૃદય પ્રભાવિત થાય છે, કૈંક મહેસુસ કરે છે, ધડકે છે, કંપે છે.... અલગ અલગ રાગો છે, જેના અલગ અલગ "રસ" છે.... પ્રેમ, ઉદાસી, ખુશી, દુઃખ વગેરે.....

આવો જ એક રાગ એટલે "આહીર ભૈરવ"... જે ભૈરવ અને ખમાજ રાગ નો મિશ્રણ છે.... દુઃખ, ઉદાસી અને ગમગીન ભાવના/લાગણીઓ ને વ્યક્ત કરવું હોય તો આ રાગ બહુ અનુકૂળ છે.... બહુ તીવ્ર ભાવના મહેસુશ કરાવે છે....

આ ગીત પર આધારિત અમુક ગીતો....

* સોલા બરસ કી બાલી ઉમર કો સલામ, એ યાર તેરી....

* રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે ....

પણ મને તો અત્યારે વાત કરવી છે.... આશિકી ફિલ્મના ગીતની! "અબ તેરે બિન જી લેંગે હમ.... " વાહ! શું મસ્ત ગીત બનાવ્યું છે... અને કુમાર શાનું નો મસ્ત અવાજ.... ઇલેક્ટ્રિક ગિટાર, રિધમ ... અદભુત... અને રાગ "આહીર ભૈરવ" ની જોરદાર અસર જે, વર્ષો પછી પણ કાયમ છે...!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો