બુદ્ધિ 🧠અને હૃદય ♥️

ભગવાન એ માણસને જબરદસ્ત બનાવ્યો છે. એક તો આપણું શરીર જ એક સૌથી ગૂઢ છે, એક અજાયબી.... આપણું શરીર જ પોતાની રીતે જ ઘણી બધી ક્રિયાઓ કરતું રહે છે, જેમ કે શ્વાસ અને હ્રદયનું ધડકવું એ હર ક્ષણ ચાલતું જ રહે છે. જોકે તમારા મારા કરતાં એક ડોક્ટરને શરીર વિશે વધારે ખબર હોય એ સ્વાભાવિક છે. પણ મને અહીંયા શરીરના બધા અંગો અને એના કર્યો વિશે વાત નથી કરવી. મારું લક્ષ્ય છે બુદ્ધિ 🧠અને હૃદય ♥️. ભગવાને એકદમ વિરોધાભાષી વસ્તુ ને એક જ શરીર માં રાખી દીધા છે, અને માણસ આ બંનેની મથામણ, કોણ સાચું અને કોણ ખોટું એમાં જ અટવાયા કરે છે.... કયા રસ્તે જવું? બુદ્ધિ નાં કે પછી હૃદયના? કોનું માનવું અને કોણ સાચું.... એ આપણે ક્યારેય ખબર પડતી નથી અને આપણી માન્યતા પણ હર ક્ષ્ણ બદલાયા કરે છે. ક્યારેક બુદ્ધિ સાચી લાગે તો ક્યારેક હ્રદય.

બુદ્ધિ 🧠

બુધ્ધિનો પ્રથમ સ્વભાવ અથવા લાક્ષણિક તા એટલે doubt, અવિશ્વાસ, કોઈ પણ વસ્તુ પર ભરોસો નહિ.... એટલે દરેક ને જાંચવું, પરખવું, પૂરી માહિતી મેળવવી પછી આગળ વધવું....

એટલે બુદ્ધિ ક્યારે સાચો "પ્રેમ" ન કરી શકે... કારણ કે એ તો બધી વસ્તુ ની ખરાઈ કરે.... અને એમાં કંઈ આગળ પાછળ થાય, કઈક અલગ થાય એટલે વારી એને અવિશ્વાસ આવી જાય... વારી પછી doubt.... વ્યક્તિને એમ ન સમજી શકાય..... કોઈ પણ વ્યક્તિ એ વિશાળ દુનિયા છે.... અને બધી વસ્તુને બુદ્ધિ ન સમજી શકાય. વ્યક્તિ એ કોઈ વિજ્ઞાન નો વિષય કે કોમ્પ્યુટર નથી કે અને બુદ્ધિ થી જાણી કે સમજી શકાય કે એનો મૂલ્યાંકન થઈ શકે. નાં અહીંયા બુદ્ધિ કામ નથી આવતી.

જે લોકો બહુ દિમાગથી અને બુદ્ધિ થી જીવે એ લોકો ક્યારે પ્રેમ ન સમજી શકે. કારણકે કે પ્રેમ કોઈ ગણિત કે વિજ્ઞાન નો કોયડો નથી કે કોઈ formula થી એને સમજી કે ઉકેલી શકાય... એટલે જ પ્રેમ નાં symbol ને ❤️ હૃદય નાં symbol થી દર્શાવાય છે!

હૃદય ❤️

બુદ્ધિથી તદન વિપરીત એટલે હૃદય....! જે લોકોના જીવનમાં ગણિત નથી, આ મારું અને આ તારું નથી, લોકો જ્યાં સંવેદનશીલ છે, બીજા ની પરવા કરે છે, પોતાના ફાયદાથી પેલા બીજા વિશે વિચારે છે, એ લોકો હૃદયથી જીવે છે.... એ લોકો ને ખબર કે પ્રેમ એટલે શું... એ સ્વાનુભવ નો વિષય! ગણિત નો કોયડો નહિ.

કોઈપણ ક્લા માટે બુદ્ધિની ઓછી અને હૃદયની વધારે જરૂર છે.... એ પછી સંગીત હોય, નૃત્ય હોય, ચિત્રકામ હોય કે પછી.... એક કલાકાર નો હૃદય પ્રેમાળ જ હોય....

જે સમય માં બુદ્ધિ નો પ્રભુત્વ વધે અને હૃદયનો ઘટે ત્યાં આજનાં જેવું થાય. લોકો સ્વાર્થી બની જાય..... માત્ર પોતાનું ફાયદો જુવે, બીજાની પરવા ન કરે, નિયમો નો ઉલ્લંઘન કરે, ખોટું બોલે, ભ્રષ્ટાચાર કરે, સંબંધો ન ટકે અથવા બહુ આઉપચારિક થઈ જાય.... જે આજે આપણે જોઈ રહ્યા છીએ....

શિક્ષણ આજે માત્ર બુદ્ધિ નો વિકાસ કરે છે, physics, maths, chemistry જ્યારે ભાષા અને ખાસ તો માતૃ ભાષા નો મહત્વ ઘટતું જાય છે. english medium ની બોલબાલા છે અને માતૃ ભાષા બરોબર આવડતો નથી!!

કલા કરતાં સ્પોર્ટ્સ પર વધારે ધ્યાન અપાય છે... પછી  જીવનમાં હૃદય નું સ્થાન ક્યાંથી રહે? પછી લોકો બંધ છોડ નથી કરી શકતા.... હૃદય ને નથી સમજી શકતા.... જીવનની પાછલી ઉંમરે આ સમજાય છે.

બુદ્ધિ શાળી લોકોની જિંદગી જાણે એક ધંધાની બલેન્સ શીટ, જેમાં હોય ખાલી profit and loss.... !

પણ ભગવાને હૃદય પ્રત્યે પક્ષપાત કર્યું છે... આપણી આત્મા એકદમ સુક્ષ્મ છે... અને એનો સ્થાન છે આપણા હૃદયમાં, દિમાગ માં નહિ!

એટલે સુખ, દુઃખ કે પ્રેમની તીવ્ર લાગણી આપણે હૃદયમાં જ અનુભવીએ છીએ.... અને આપણે પોતાની જાતની ઓળખ પન આપણું હૃદય કેવું છે એનાથી ઓળખીયે છીએ. વ્યક્તિ એના હૃદય થી સમજ માં ઓળખાય છે... બુદ્ધિ એક માત્ર સાધન રહી જાય છે... એક બુદ્ધિ શાળી વ્યક્તિ કરોડો કમાઈ ને જહો જલાલી વારું જીવન વ્યતિત કરી શકે છે... ખ્યાતિ મેળવી શકે છે.... અને ખોટા માર્ગે પૈસા કમાયેલા હોય તો ગરીબ લોકોની હાય, ધિક્કાર અને નફરત મેળવે. છે..... પણ જો પૈસાદાર પણ ઈમાનદાર હોય, એનો હૃદય પ્રેમાળ હોય તો સમાજ માટે કામ અને દાન પુણ્ય કરે છે.... અહીંયા પણ હૃદયનો મહત્વ વધારે છે.....

વ્યક્તિ ભવિષ્યમાં શું કરશે એ માત્ર એની ભણતરની ડિગ્રી નક્કી નથી કરતી, એના હૃદયની "ડિગ્રી" કેવી છે એ વધારે મહત્વનું છે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો