સંગીત - એક રહસ્ય અને જાદુ...

 રાગ ભૂપાલી

આરોહ: સા રે ગ (શુદ્ધ) પ ધ સાં
અવરોહ: સાં ધ પ ગ (શુદ્ધ) રે સા

ફિલ્મી ગીતો (એમાં શુદ્ધ રાગ નહિ પણ થોડું મિશ્રણ હોય છે)

• કાંચી રે કાંચી રે, પ્રીત મેરી સંચી
• પંખ હોતી તો ઉડ આતી રે
• સાયોનારા, સયોનારા


રાગ શિવરંજની

આરોહ: સા રે ગ (કોમળ) પ ધ સાં
અવરોહ: સાં ધ પ ગ (કોમળ) રે સા

ફિલ્મી ગીતો (એમાં શુદ્ધ રાગ નહિ પણ થોડું મિશ્રણ હોય છે)

• ઓ મેરે સનમ, ઓ મેરે સનમ, દો જિસ્મ મગર એક જાન હૈ હમ
• દિલ કે જરોખેમે તું જ કો બીઠા કર 

*****

બસ માત્ર એક જ સ્વર નાં થોડાક ફરકથી આખો ભાવ જ બદલાઈ જાય છે..... બસ આ જ જાદુ અને સંગીત નો રહસ્ય..... કેટલી ઊંડાઈ જેને ક્યારે માપી ન શકાય.... બસ માણી શકાય અને ચોંકી શકાય... રાગ ભૂપલીમાં શુદ્ધ ગ લાગે જ્યારે રાગ શિવરંજની માં કોમળ ગ લાગે.., એટલાં માત્ર ફરક્થી, બહુ મોટો ફરક પડી જાય.

બને રાગ ભારતીય સંગીત માં બહુ પ્રચલિત છે. બંને રગોમાં ઘણાં ફિલ્મી ગીતો છે. જોકે ફિલ્મી ગીતોમાં શુદ્ધ રાગ નહિ પણ થોડું મિશ્રણ હોય છે. રાગમાં ન આવતાં હોય એવા સૂરનો પણ ઉપયોગ થાય છે.

મને બને રાગ ગમે છે!


ओ मेरे सनम ओ मेरे सनम 
दो जिस्म मगर एक जान हैं हम 
एक दिल के दो अरमान हैं हम 
ओ मेरे सनम ओ मेरे सनम 

****

આવા હૃદય સ્પર્શી, શબ્દોની ઊંડાઈમાં જવું હોય તો રાગ શિવરંજની નો સહારો લેવો પડે.... આ ફિલ્મ ની સ્ટોરી ને અનુરૂપ પણ છે આ રાગ.... જ્યાં થોડો દુઃખ અને દર્દ પણ છે...  એને સ્વરબદ્ધ કરવું હોય તો? શંકર જયકિશન ની mastari છે.... ઓહો! અદભૂત! વાહ! 

શું લખવાનું? શબ્દો ઓછા પડે છે.... ભાવનાઓ ને માત્ર શબ્દો કરતા, સંગીત બધ બહુ સારું રીતે વ્યક્ત કરી શકાય છે..... એટલે જ આપણે ફિલ્મી ગીતો ગમે છે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો