સ્ટોક માર્કેટ કરતા પણ વધારે ખતરનાક વસ્તુ!

હા..... હા.....! આ એક "ઉખાણું" છે. બોલો! સ્ટોક માર્કેટ કરતા પણ વધારે ખતરનાક વસ્તુ કઇ? હમણાં ત્રણ ચાર દિવસથી સમાચારોમાં અને લોકો માં અદાણી નાં સમાચાર અનેં એના કારણે એના ગ્રુપ સ્ટોક માં જે રીતે પડતી થઈ છે એની ચર્ચા છે. હમણાં હું જોઉં છું કે બસ માં ઘણી વખત મારી બાજુમાં જે બેશે એ સ્ટોક માર્કેટ ની એપ અને સમાચાર કે સોશિયલ મીડિયા ખોલી ને બેઠો હોય છે! માત્ર છોકરાઓ જ નહિ પણ અમુક વખતે છોકરી પણ. આજકાલ છોકરી ઓ પણ એમાં રસ લેવા લાગી છે અને રોકાણ પણ કરે છે....

હા, તો હું શું વાત કરી રહ્યો હતો? સ્ટોક માર્કેટ કરતા પણ વધારે ખતરનાક વસ્તુ કંઈ? અ..... મ.... થોડું ઊંડું વિચારશો તો માનશો..... એ છે જિંદગી પોતે અને લોકો! નવાઈ લાગી નહીં!

સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તો હજી ઠીક છે, પણ ટ્રેડિંગ એટલે કે future and option એ તો જુગાર જ છે... એમાં લોકો બરબાદ થઈ જાય...... પણ સ્ટોક માર્કેટ માત્ર "રૂપિયા" સાથે સંકળાયેલી વસ્તુ છે.... !

જ્યારે "જિંદગી" વધારે કિંમતી છે... जान है तो जहान है। ધરતીકંપ, heart attack, accident, covid.... મોરબી પુલ અકસ્માત, જેવી અણધારી આફતો માં કેટલાય લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું.... સ્ટોક માર્કેટ કરતા આ ખતરનાક નથી? જો ઘરનો એકનો એક કમાનાર વ્યક્તિ આ રીતે અચાનક મૃત્યુ પામે, તો બીજા લોકોની બહુ ખરાબ હાલત થઈ જાય છે.... આ ખતરનાક નથી? શારીરિક બીમારી નાં કારણે કે આજે વિશ્વમાં સૌથી મોટું બીમારી depression નાં કારણે પીડાતા હોય છે, એ ખતરનાક નથી?

સરકારી નોકરી બહુ ઓછા લોકો પાસે છે, સારી અને મોટી ખાનગી કંપની માં નોકરી ઓછી છે અને બધાને મળતી નથી. નાની મોટી કંપની માં વર્ષોથી, ઈમાનદારીથી, મહેનત કરીને અમુક સારા પગાર સુધી પહોંચ્યા પછી, "શેઠ" "boss" સાથે નાની વાતમાં મગજમારી થઈ જાય અને નોકરી મૂકવી પડે, એ ખતરનાક નથી?

બીજી ખતરનાક વસ્તુ લોકો...! જેને તમે મિત્ર સમજીને, જરૂરિયાત નાં સમયે પૈસા આપ્યા હોય, પાછળથી તમને ખબર પડે કે એને તો તમને "ઉલ્લુ" બનાવ્યો! પછી એ વ્યક્તિ અને પૈસા બને જાય.... સ્ટોક માર્કેટ માં કોઈ સ્ટોક પડી જાય સમજો 5, 10, 15 કે 50 ટકા... તો એનો તમે loss બુક કરીને બાકીના જે વધ્યા એ તો પાછા મળે છે, પણ કોઈને આપેલા પૈસામાંથી 1 રૂપિયો પણ પાછો મળતો નથી! તો જોખમી વસ્તુ કંઈ? શેર માર્કેટ કે "લોકો" ???? શેર માર્કેટ, સારી છે એમ નથી કહેતો.... પણ એનાથી પણ ખરાબ વસ્તુ હોય છે એમ કહું છું.

ઘણી વખત આપણે જેના પર ભરોસો રાખ્યો હોય, જે વ્યક્તિને પોતાના માનતા હોઈએ.... એ જ દગો દઈ જાય છે, વિશ્વાસઘાત કરે છે.... ખોટું બોલે છે.... આજકાલ લોકો ને ખોટું બોલવા માં બિલકુલ શરમ નથી આવતી.... બિનધાસ્ત બોલે છે..... અને લાંબા સમય સુધી વાત છૂપાવીને તમારો ગેરલાભ ઉપાડે છે. 

પૈસા આપણે "ખિસ્સા" માં કે બેંક માં રાખીએ છીએ.... પૈસાની ગણતરી આપણે મગજથી કરીએ છીએ.... પણ એ આપણા હૃદય માં સ્થાન નથી પામતા.... આપણા હૃદયમાં હોય છે "લાગણી" અને લોકો પ્રત્યે નો પ્રેમ.... જ્યારે એ ટૂટે છે ત્યારે વધારે ચોટ લાગે છે.... શેર ધીમે ધીમે ટૂટે છે.... એનો ગ્રાફ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ અને analysis કરી શકીએ છીએ કે એ ઉપર જશે કે નીચે. જ્યારે કોઈ વ્યક્તિ આપણે ઉપર લઇ જશે કે ખાઈમાં ધકો દઈ દેશે એનો અંદાજો નથી લગાવી શકતો! તો પછી હવે બોલો ખતરનાક વસ્તુ કંઈ? સ્ટોક માર્કેટ કે બીજુ કંઈ?!

ફિલ્મી ડાયલોગ....

"थप्पड़ से डर नहीं लगता साहब, प्यार से लगता है ।"

આ ડાયલોગ ને જરાક ટ્વીસ્ટ કરીએ તો કેવું?

"स्टॉक मार्केट से डर नहीं लगता साहब, लोगो से लगता है ।"

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો