"કિશોર અવસ્થા" - શાયરાના દોર....

  "કિશોર અવસ્થા" અથવા teenage એ લગભગ 13 થી 19 વર્ષ ની આપણી ઉમર નો સમયગાળો.... ઓહો! એમાં વિશે શું કહું! જીવનનો સૌથી સુંદર પડાવ.... શારીરિક, માનસિક ઉત્સાહ, જોશ, જુસ્સો અને મજા, આનંદ.... કોઈ પણ બીજા વ્યક્તિને કારણે નહિ, કોઈ પરિસ્થિતિ ને કારણે નહિ.... પોતે કમાતા ન હોઈએ એટલે આપણી પાસે પૈસા પણ માં બાપે આપેલા હોય, ખાલી જરૂર  પૂરતા.. એટલે એ મજાનો કારણ પૈસા પણ નથી...

ભૂતકાળ એ નાનપણ માં ગાળેલો સમય હોય છે.,. જન્મથી 5, 7 વર્ષ સુધી તો આપને આપણો જીવન જ યાદ નથી રહેતો... એ તો માં બાપને યાદ હોય, એના ખોળે રમ્યા હોઈએ, એ લોકો એ ફોટો પડ્યા હોય...!

ભવિષ્યની કોઈ ચિંતા નથી હોતી.... ભણીને શું બનવું છે ખબર નહિ, કંઈ લાઈન લેવી છે ખબર નહિ, લગ્ન કરવા છે કે નહિ ખબર નહિ, લગ્ન શું છે એના વિશે પણ ખબર નહિ! જ્યાં જનમ્યાં હોઈએ અને જ્યાં રહેતા હોઈએ એના સિવાય નાં રાજ્યો અને લોકો અને એમના જીવન કેવું છે એ પણ ખબર નહિ.... લગભગ મોટા ભાગની વસ્તુ માટે ખબર નહિ, ખબર નહિ!!

નથી કોઈ ભૂતકાળ નો દુઃખ કે યાદો, નથી કોઈ ભવિષ્યની ચિંતા એટલે જ મન કોરા કાગળ જેવું, સ્વચ્છ નદીના પાણી જેવું નિર્મળ હોય છે.... જોશમાં વહેતું... ગુંન ગુનાતો.... મસ્ત!

વો તેરે મેરે ઇસ્ક કા ઇક, શાયરાના દોર ભી થા.... વો મૈં ભી કોઈ ઔર હી થી, વો તું ભી કોઈ ઔર હિ થા... આ ગીત યાદ આવી રહ્યું છે.... બહુ મસ્ત સંગીત, અવાજ અને શબ્દો છે.... એના પરથી આ લખી રહ્યો છું.

મારો પણ આવો જ એક "શાયરાના" દોર હતો....

• SSC માં મે Type રાખ્યું હતું... Type મારો પ્રથમ પ્રેમ! એના પર મારા આંગળા અને મન બંને નાચતા... અને SSC માં સૌથી વધારે 84 માર્કસ એમાં જ આવ્યા! સાઇકલ થી type નાં ક્લાસિસ માં જતો... મજા આવતી.....

• હાર્મોનિયમ - એમાં પણ આંગળા અને મન બંને નાચતા! એક અલગ જ અનુભવ..  પહેલી વખત સંગીત નો ટ્યુશન ચાલુ કર્યું... સુર, રાગ શીખ્યો.... મજા આવી ગઈ.... એ જ ક્યારેક પગે તો ક્યારેક સાઇકલ થી જતો....

• કોમ્પ્યુટર - એમાં આંગળા અને મન બંને નાચતા....! Dos, Windows, Word, Excel, Foxpro..... શીખ્યો...!

• નવરાત્રી - ઘણો દાંડિયા રમ્યો...

ટુંકમાં... મારી કિશોર અવસ્થા ને મે મન ભરીને માણી છે...વો શાયરાના દોર... અહા.... ! વાહ!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો