Posts

Showing posts from January, 2023

Vasant Panchmi

Image
 

26 Jan 2023

Image
 

Makar Shankranti

Image
 

બંકોડો.....!

આજની English Medium માં ભણતી પેઢીને આ શબ્દનો અર્થ ખબર નહિ હોય! કેવો અનુઠો શબ્દ છે આ! માત્ર શબ્દ નહિ પણ એક લાગણી જોડાયેલી છે.... કોઈ ઘરના જૂના, અને હાલમાં હયાત ન હોય એવા વ્યક્તિ સાથે. મારા દાદા ચાલવા માં જે લાકડીનો ઉપયોગ કરતા એ બંકોડો! નાનપણ ની અમુક દાદા સાથેની યાદોમાં એક એમનો બંકોડો... દાદાને યાદ કરીએ તો બંકોડો યાદ આવે.... ઘરની બહાર ક્યાંય જાય તો હંમેશા ભેગો! જભો, લેંગો, કેસરી ટોપી અને બંકોડો! આજની પેઢી પાસે માતૃ ભાષા નાં શબ્દોની વિશાળતા નથી... હાલતે ચલતે અંગ્રેજી શબ્દો વાપરે છે.....એ લોકો બંકોડા માટે stick અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે..... ક્યાં stick અને ક્યાં બંકોડો! stick શબ્દ ઘી વગરની રોટલી જેવો રૂખો લાગે..... જ્યારે બંકોડો ઘી વારી રોટલી જેવો સુવાલો!  બંકોડો ખાલી હાલવા ચાલવા નાં ટેકા માં જ નહિ પણ બીજી રીતે પણ કામ આવે.... ગાય, કુતરા ને ભગાડવા માં, નાના છોકરા તોફાન કરે તો એને બીક દેખાડવામાં..... વૃદ્ધ માણસ માટે સંપતિ, મિલકત, મિત્રો વગેરે નો મહત્વ રહેતું નથી..... એ એકલો થઈ જાય છે.... અને આ એકલતામાં, ખાલી જગ્યા પૂરતો અને મિત્રની ગરજ સારતો બંકોડો!

પોતાનું લખવામાં મજા છે!

હાઈસ્કૂલ માં ભણતો ત્યારે ક્યારેક લાઇબ્રેરી માં જતો.... છાપાની પૂર્તિ વાચતો. એમાં સારા લેખો આવતા.... ક્યાંક વાંચ્યું યુવાનો એ પર્સનલ ડાયરી લખવી જોઈએ. એટલે એ ટ્રાય કરી! ડાયરી લખવાનું ચાલુ કર્યું.... મજા આવતી....એક કે બે વર્ષ લખી હશે પણ લખવા માં મજા આવે એ ખબર પડી.... આજે એ ટેવ ફરીથી જીવંત થઈ! પણ અત્યારે ડાયરી નહિ, વોટ્સએપ સ્ટેટસ છે!  લોકો બીજાના સુવિચારો, લેખો ફોરવર્ડ કરે છે... પણ એનાથી વધારે મજા..... જાતે લખવામાં છે.... હૃદય જ્યારે લાગણીથી ઉભરાઈ રહ્યું હોય અને પછી આપણે એને શબ્દોમાં પિરોવી ને લખતા જઈએ....! બીજા સાથે બોલીને વાતો કરતા, મને આ રીતે લખીને શેર કરવાનું વધારે ગમે...! બોલવામાં હું બહુ ઉતાવળો છું.... જેમ તેમ, ગોઠવણ વગર, આડો અવળો બોલતો જાઉં.....પણ લખવામાં હું સરસ છું...! વ્યવસ્થિત!  બીજા એ લખેલું ફોરવર્ડ કરવું એ વાસી અને પારકું છે.... આપણે લખેલું એ સીધું હૃદય માંથી નીકળતું તાજુ અને પોતીકું હોય છે!

Tankers - 2023

Image
 

Logo - After Effects - 2023

 

MRSHAH Logo - 2023

Image

New Yar - 01-Jan-2023

Image
 

New Year - 01-Jan - Portrait

Image