સરખામણી એક ઝેર....!

સ્ત્રીનેં ક્યારે એની ઉંમર ન પૂછાય, અને પુરુષ ને ક્યારે એની salary ન પૂછાય.....! એમાં પ્રથમ કરતા પુરુષની salary ની વાત વધારે મહત્વ ની છે.

પૂછીને પછી એ પૂછવા વડો પોતાની salary સાથે સરખામણી કરે છે.  જો પોતાની salary ઓછી હોય તો અફસોસ કરે છે, નિરાશ થાય છે... અને પોતાની salary વધારે હોય તો, મન માં ને મન માં મલકાય છે! ગર્વ કરે છે! પોતાને "કંઇક"  સમજે છે.... બને વસ્તુ ખરાબ છે.

આપણે હંમેશા વચ્ચે હોઈએ છીએ... દુનિયાની વાત નથી કરતો, આપણી આજુબાજુ કે ઓફિસમાં કે પડોશમાં તમે જોશો તો ખ્યાલ આવશે..... કે આપણાથી ઓછી salary વારા ઘણાં બધાં છે અને આપણાથી વધારે salary વારા પણ ઘણાં છે. આપણાથી નાના ઘરો વારા ઘણાં છે, આપણાથી મોટા બંગલો વારા ઘણાં છે.... સાઇકલ અને પગે જતા, છકડા માં જતાં ઘણાં છે અને ફોર વ્હીલર માં જતાં ઘણાં છે..... ઘણાં લોકો એ સોનું પહેરેલું છે.... અને ઘણાં લોકો પાસે પગના સારા ચપ્પલ અને સારા કપડાં પણ નથી.... ઘણાં બારે હોટેલમાં જમે છે... જ્યારે ઘણાં લોકો મોંઘવારી માં માંડ ઘર ચલાવે છે....

સરખામણી છે કોઈ લિમિટ??? ક્યાં સુધી સરખામણી કરશો??

આખરે બધી વસ્તુ તમારી સમજશક્તિ અને જીવન જોવાના દૃષ્ટિકોણ પ્ર આધાર રાખે છે....! જો તમે લોકોથી સરખામણી કરો છો એનો મતલબ તમેં લોકો ની ઈર્ષ્યા કરો છે! જો તમે લોકોને પ્રેમ કરો છો, જો તમારા હૃદય માં કરુણા હશે, તો તમે સરખામણી નહિ કરો... જીવો અને જીવવા દો વારી નીતિ હશે! બીજા ખુશ અને આપણે ખુશ, બસ બીજુ શું જોઈએ! મૂકો સરખામણી ને.... મૂકો કેને કેટલો increment મળ્યો... સરખામણી ન કરો.... salary કે increment તને ઓછો લાગે તો વધારે મહેનત કરો અથવા જોબ બદલો! જોખમ લો! બાકી ઉપાધિ મૂકો.....!!!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો