આશ્ચર્ય (ઉદગાર) ચિન્હ!
ભાષામાં ઘણાં બધાં ચિન્હો વપરાતા હોય છે. ગણિત માટે + - ÷ × અને બીજા : ; " ' * ? પણ આ બધાં માં મારો સૌથી પ્રિય ચિન્હ એટલે આશ્ચર્ય ચિન્હ! હું એનો બહુ ઉપયોગ કરું! મજા આવે!
ગણિત અને એકાઉન્ટ એ દિમાગ નો ખેલ છે! 1994 માં SSC માં ગણિત માટે ખાસ ટયૂશન રાખ્યું હોવા છતાં માત્ર 41 માર્કસ જ આવ્યા હતા!
જે લોકો મગજ નો વધારે ઉપયોગ કરે અથવા પ્રબળ હોય એ લોકો ને ગણિત અને એકાઉન્ટ વધારે પસંદ પડે. મારા જેવા કલા નાં શોખીન ને એમાં મજા ન આવે.... ગણિત ન ફાવે..... કલાકારો હૃદય થી જીવતા હોય છે, પોતાની મસ્તી માં...
ગણિત નો પ્રશ્ન એક કોયડો છે. ? જેવું.. જેનો જવાબ શોધવાનું હોય... ગણત્રી કરવાની હોય. જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી મજા ન આવે...
જ્યારે સંગીત અને કમ્પ્યુટર એક કલા છે.... સંગીત નાં સુર ન સમજાય, રાગ ન સમજાય, જવાબ ન મળે તો પણ મજા આવે.... એ એક કોયડો નથી... પણ "આશ્ચર્ય" છે.... ન સમજાય તો એમાં રચ્યા પચ્યા રહેવાથી મજા આવે!
એક કલાકાર નો હૃદય બહુ નાજુક હોય, બાળક જેવું નિર્દોષ! સંવેદશીલ. એને ગણિત ન ફાવે એટલે ચાલક અને હરમી લોકોથી એ હંમેશા હારી જાય.... દિમાગથી જીવતા લોકો ચાલક હોય અને કલાકાર ને ઉલ્લુ બનાવી પોતાનું કામ કઢાવી જાય!
એક કલાકાર માટે, આ "બહારની" દુનિયા મુશ્કેલ છે.... એને તો મજા આવે પોતાની દુનિયા માં....!